બેંક ઓફ બરોડાએ ખેડૂતોને સશક્ત બનાવવા ગુજરાતમાં 7માં ‘બરોડા કિસાન પખવાડા’નું આયોજન કર્યું
ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ગોલ્ડ લોનની શરૂઆત
બેંકે ખેડામાં મેગા કિસાન મેળો અને રાજ્યભરમાં આઉટરાચ કાર્યક્રમો એયોજીત કર્યા; બે અઠવાડિયા માટે કૃષિ મહોત્સવ દરિમયાન અમદાવાદ ઝોન ગુજરાત માં ૨૨00 કરતા વધારે ખેડૂતો સાથે સંપર્ક કર્યો
બરોડા કિસાન પખવાડિયા દ્વારા બેંક ખેડૂતો સાથે સંપર્ક સાધીને બેંક દ્વારા ઓફર કરાતી વિવિધ કૃષિ પ્રોડક્ટ્સ તથા યોજનાઓ અને સરકારી પહેલો વિષે જાગૃકતા કેળવી રહી છે.
અમદાવાદ, નવેમ્બર 29, 2024 : ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકો પૈકીની એક બેંક ઓફ બરોડાના અમદાવાદ ઝોન દ્વારા ‘બરોડા કિસાન પખવાડા’ની 7મી એડિશનનાં ભાગરૂપે ગુજરાતના ખેડામાં મેગા કિસાન મેલાનાં આયોજનની જાહેરાત કરાઇ હતી. બેંકના વાર્ષિક પ્રમુખ કાર્યક્રમનો હેતુ દેશભરમાં ખેડૂતો તથા સ્થાનિક સમુદાયો સાથે સંપર્ક સ્થાપવાનો છે. બરોડા કિસાન પખવાડા 2024નું ધ્યાન ભારતીય ખેડૂતોને સશક્ત બનાવવા માટે બેંકિંગ તથા કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીનો લાભ લેવા પર છે.
ખેડામાં આયોજીત મેગા કિસાન મેલાનું ઉદ્ઘાટન બેંક ઓફ બરોડાનાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રાકેશ ચલાવરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઝોન બરોડા કિસાન પખવાડા 2024 દરમિયાન 368 આઉટરીચ કાર્યક્રમો દ્વારા 2200 કરતા વધારે ખેડૂતોનો સંપર્ક કર્યો તથા આશરે રૂ. 120 કરોડની કૃષિ લોન વિતરણ કરી. અમદાવાદ ઝોન 9 જિલ્લા આવરી લે છે.
આ વર્ષનાં બરોડા કિસાન પખવાડાનાં ભાગરૂપે બેંકે ખેડૂતો માટે તેની મુખ્ય ડિજિટલ ઓફરિંગ્સ જેવી કે ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ગોલ્ડ લોનનો પ્રચાર-પ્રસાર કર્યો. બેંક ઓફ બરોડાએ તેના બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ (BKCC) ને રિઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH) સાથે એકીકૃત કર્યુ છે જેથી ડિજિટલ લેન્ડ રેકોર્ડ તથા ખેતર સંબંધિત જાણકારી પ્રાપ્ત કરીને ખેડૂતોને ડિજિટલ બીકેસીસી લોન પ્રદાન કરી શકાય. આમાં ગ્રાહકનાં ઓનબોર્ડિંગથી લઇને વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા એન્ડ-ટૂ-એન્ડ ડિજિટલ છે. ડિજિટલ બીકેસીસીની સુવિધા હાલ 17 રાજ્યોમાં ઉપલબ્ધ છે તથા તેને જલ્દી જ અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત ડિજિટલ ગોલ્ડ લોનનાં માધ્યમથી ગ્રાહક બેંકનાં ડિજિટલ લેંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની અનુકુળતા પ્રમાણે ગોલ્ડ લોન માટે અરજી કરી શકે છે.
આ પ્રસંગ અંગે વાત કરતા બેંક ઓફ બરોડાનાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રાકેશ ચલાવરિયાએ કહ્યું કે, “બરોડા કિસાન પખવાડા, જે હવે તેના 7માં વર્ષમાં છે તે દેશના ખેડૂતોને ઇનોવેટીવ બેંકિંગ સોલ્યુશન્સ સાથે સહયોગ કરવાની બેંક ઓફ બરોડાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે કૃષિ સમુદાય માટે બેંકિંગ વધુ સુલભ બનાવવા માટે અમે અમારી ડિજિટલ ઓફરિંગ્સના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ગોલ્ડ લોનનો સમાવેશ થાય છે. અમદાવાદ ઝોનમાં અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેવા કે ફાર્મર મિટ્સ, ચૌપાલ અને કિસાન મીલ્સ, જેણે અમને અમારા ગ્રાહકો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં અને તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી છે.
અમદાવાદ ઝોનમાં બેંક ઓફ બરોડાની -529- બ્રાન્ચ છે, જેમાંથી 366 અર્ધ શહેરી/ગ્રામીણ બ્રાન્ચ છે. બેંકનાં અમદાવાદ ઝોન માટે કૃષિ ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ, બરોડા કિસાન પ્રાઈડ ,ગોલ્ડ લોન, ટ્રેક્ટર લોન અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (એસએચજી)ને લોન) ટોચનાં વૃદ્ધિ સેક્ટર છે. 30 સપ્ટેમ્બર 2024 સુધી અમદાવાદ ઝોનમાં બેંકનાં કૃષિ લોન પોર્ટફોલિયોએ વર્ષ-દર-વર્ષ 11.10 % વૃદ્ધિ નોંધાવી છે.
બરોડા કિસાન પખવાડાનો હેતુ બેંકનાં ભારતીય ખેડૂત સમુદાય સાથેનાં જોડાણને વધારવાનો, બેંકની વિવિધ કૃષિ ઓફરિંગ્સ તથા પહેલો અંગે જાગૃકતા ફેલાવવાનો તથા કૃષિ ક્ષેત્ર માટે ભારત સરકારની યોજનાઓને પ્રોત્સાહન આપવાનો છે.