બેંક ઓફ બરોડાએ BRLLR 15 bps ઘટાડીને 6.85% કર્યા
મુંબઈ, ભારતની ત્રીજી મોટી સરકારી બેંક, બેંક ઓફ બરોડાએ આજે બરોડા રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (BRLLR) 7 ટકાથી ઘટાડીને 6.85 ટકા કરવાની જાહેરાત કરી હતી, જે 1 નવેમ્બર, 2020થી લાગુ થશે. તમામ રિટેલ લોન BRLLR સાથે જોડાયેલી છે (એક્ષ્ટર્નલ બેન્ચમાર્ક-રેપો લિન્ક્ડ રેટ) એટલે હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને અન્ય તમામ રિટેલ લોન પ્રોડક્ટનો લાભ લેતા ગ્રાહકોને આ ફાયદો મળી શકે છે.
પૂર્વે તહેવારની સિઝન અગાઉ બેંકે હોમ લોન અને કાર લોનમાં વ્યાજદરોમાં કન્સેશનની જાહેરાત કરી હતી. હવે BRLLRમાં આ સુધારો થવાથી હોમ લોનના રેટ 6.85 ટકાથી શરૂ થશે અને કાર લોનના રેટ 7.10 ટકાથી શરૂ થશે, મોર્ગેજ લોનના રેટ 8.05 ટકાથી શરૂ થશે અને એજ્યુકેશન લોનના રેટ 6.85 ટકાથી શરૂ થશે.
BRLLRમાં ઘટાડાની જાહેરાત પર મોર્ગેજીસ અને અન્ય રિટેલ એસેટના જનરલ મેનેજર શ્રી હર્ષદકુમાર ટી સોલંકીએ કહ્યું હતું કે, “BRLLRમાં આ ઘટાડાથી હોમ લોન, કાર લોન, મોર્ગેજ, એજ્યુકેશન લોન, પર્સનલ લોન તેમજ અન્ય રિટેલ લોન આકર્ષક બની છે તથા ગ્રાહકોને તહેવારની આ સિઝનમાં એનો લાભ મળશે.”