Western Times News

Gujarati News

બેંક ઓફ ઇન્ડિયાનાં વાર્ષિક અને ત્રિમાસિક એમ બંને ધોરણે ચોખ્ખા નફામાં વૃદ્ધિ

આશ્રમરોડ બ્રાંચ, અમદાવાદ

મુંબઈ, ભારતની અગ્રણી સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23નો ત્રીજો ત્રિમાસિક ગાળો)માં રૂ. 1151 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જેમાં ત્રિમાસિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે, જે માટે ત્રિમાસિક ધોરણે કાર્યકારી માર્જિનમાં 8 ટકાનો સતત વધારો જવાબદાર છે. Bank of India, a leading Public Sector Bank posted a rise by 20% sequentially in Net Profit at Rs. 1151 crore

બેંકે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ માપદંડોમાં મહત્વપૂર્ણ સુધારો દર્શાવ્યો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 74 ટકા અને ત્રિમાસિક ધોરણે 8 ટકા વધીને રૂ. 3,652 કરોડ થયો છે. એસેટ પર વળતર (આરઓએ) 55 બીપીએસ હતું. એનઆઇએમ ટકાવારી 3.28 ટકા થયું છે, જે સ્થાનિક એનઆઇએમ 3.72 ટકાથી સંચાલિત છે. નફાકારકતામાં વૃદ્ધિ માટે મુખ્યત્વે એડવાન્સમાં વૃદ્ધિએ મુખ્ય પ્રદાન કર્યું છે, ખાસ કરીને આરએએમ અને કોર્પોરેટ સેગમેન્ટમાં વૃદ્ધિ થઈ છે.

ધિરાણમાં વધારે ઉપાડની સાથે એનઆઇએમ ટકાવારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે 3.28 ટકા હતી, જેમાં વાર્ષિક ધોરણે 101 બીપીએસનો વધારો થયો હતો. એનઆઇઆઇ વાર્ષિક ધોરણે 64 ટકા અને ત્રિમાસિક ધોરણે 10 ટકા વધીને રૂ. 5,596 કરોડ થઈ હતી. એડવાન્સ પર આવક 7.67 ટકા હતી, જેમાં ત્રિમાસિક ધોરણે 46 બીપીએસ અને વાર્ષિક ધોરણે 65 બીપીએસનો વધારો થયો હતો.

આરએએમ એડવાન્સમાં વાર્ષિક ધોરણે 13.24 ટકાનો વધારો થયો હતો અને કુલ એડવાન્સમાં એનો હિસ્સો 54.14 ટકા હતો. કાસા ડિપોઝિટમાં સ્થાનિક ધોરણે વાર્ષિક સ્તરે 3.70 ટકાનો વધારો થયો હતો અને સ્થાનિક કાસાનો હિસ્સો કુલ ડિપોઝિટમાં 44.56 ટકા હતો.

વસૂલાતના મોરચે બેંકે કેટલાંક પગલાં લીધા હતા, જેનાથી કુલ એનપીએની ટકાવારી ઘટીને 7.66 ટકા થઈ હતી, જે માટે વાર્ષિક ધોરણે 280 બીપીએસ સુધીનો મહત્વપૂર્ણ ઘટાડો જવાબદાર હતો અને કુલ એનપીએમાં પણ વાર્ષિક ધોરણે રૂ. 6,875 કરોડનો ઘટાડો થયો હતો.

ચોખ્ખી એનપીએની ટકાવારી પણ ઘટી હતી અને વાર્ષિક ધોરણે 105 બીપીએસ ઘટીને 1.61 ટકા થઈ હતી. સ્લિપેજ રેશિયો વાર્ષિક ધોરણે 20 બીપીએસ ઘટીને 0.27 ટકા થયો હતો. કુલ એનપીએ અને ચોખ્ખી એનપીએ એમ બંનેમાં વાર્ષિક ધોરણે અને ત્રિમાસિક ધોરણે સંપૂર્ણ અને ટકાવારીના ધોરણે ઘટાડો થયો હતો.

આવકમાં ખર્ચનો રેશિયો (ગ્લોબલ) ત્રિમાસિક ધોરણે 48.03 ટકા (31.12.2022 સુધી) હતો, જે 48.10 ટકા (30.09.2022 સુધી) અને 60.03 ટકા (31.12.2021) હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.