આ બેંકના વરિષ્ઠ નાગરિકો માટે 444 દિવસો માટે FD પર 7.55 ટકા વ્યાજ
આ બેંકે 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો
મુંબઈ, ભારતની સૌથી મોટી સરકારી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ 444 દિવસ સુધી રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝિટ માટે વ્યાજના દરોમાં વૃદ્ધિ કરી છે, જે 10 જાન્યુઆરી, 2023થી લાગુ થશે. વ્યાજદરમાં સુધારા પછી સામાન્ય ગ્રાહકો માટે 444 દિવસો માટે ફિક્સ્ડ ડિપોઝિટ્સ માટે દર વર્ષે 7.05 ટકા વ્યાજ ઓફર કર્યા છે.
બેંક વરિષ્ઠ નાગરિકો માટે 444 દિવસો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.55 ટકા અને 2 વર્ષથી 5 વર્ષથી ઓછા ગાળા માટે 7.25 ટકા વાર્ષિક વ્યાજદર પ્રદાન કરી રહી છે. સામાન્ય ગ્રાહકો માટે 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થતી અન્ય ટર્મ ડિપોઝિટ પર 3 ટકાથી 6.75 ટકા વ્યાજ ઓફર કરે છે. સંશોધિત વ્યાજદર સ્થાનિક, એનઆરઓ અને એનઆરઆઈ ડિપોઝિટ પર લાગુ છે.