Western Times News

Gujarati News

બેંક ઓફ ઇન્ડિયાએ 23 રમતવીરોની ભરતી કરી

આશરે 3000 અરજીઓ મળી હતી -ભવિષ્યમાં વધુ રમતવીરોની ભરતી કરશે

મુંબઈ, બેંક ઓફ ઇન્ડિયા ભારતની અગ્રણી સરકારી બેંક છે, જેણે ક્લેરિકલ અને ઓફિસર ગ્રેડ્સના પદો માટે તમામ વિવિધ સ્પોર્ટ કેટેગરીઓમાં રમતવીરોની ભરતી કરવા માટે ભરતી અભિયાન હાથ ધર્યું હતું. Bank of India Recruits 23 Sportsperson

આ માટે જુલાઈ, 2020માં તીરંદાજ, એથ્લેટિક્સ, બોક્સિંગ, જિમ્નેસિક્સ, રેસ્લિંગ, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ અને ટેબલ ટેનિસ જેવી રમતોના રમતવીરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.

રમતની તમામ શાખાઓમાંથી નિષ્ણાતોની પેનલના સુપરવિઝન હેઠળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી અંકિત શર્મા અને અબ્રાહમ જોસેફ (એથ્લેટિક્સ), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ – દ્રોણાચાર્ય એવોર્ડવિજેતા), શ્રી અભિષેક વર્મા (તીરંદાજી-અર્જુન એવોર્ડવિજેતા), શ્રી અખિલ કુમાર (બોક્સિંગ – અર્જુન એવોર્ડવિજેતા), હંસા શર્મા (વેઇટ લિફ્ટિંગ) જેવા પ્રસિદ્ધ રમતવીરો સામેલ હતા. ભરતીની પ્રક્રિયા દરમિયાન પસંદ થયેલા ઉમેદવારોની ફિલ્ડમાં કસોટી થઈ હતી અને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યાં હતાં.

આ વિશે બેંકના જનરલ મેનેજર (એચઆર) શ્રી એ કે પાઠકે કહ્યું હતું કે, “અમને કુલ આશરે 3,000 અરજીઓ મળી હતી, જેમાંથી 2,500 અરજીઓ ક્લેરિકલ પોસ્ટ અને 500 ઓફિસર પોસ્ટ માટે હતી. પસંદગીની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 11 રમતવીરોની ઓફિસર ગ્રેડ માટે તો 12 રમતવીરોની ક્લેરિકલ ગ્રેડ માટે પસંદગી થઈ હતી. અમે હાલ કોવિડની સ્થિતિમાં તમામ અવરોધો વચ્ચે પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.”

તેમણે ઉમેર્યું હતું કે, “બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશના રમતગમત અને રમતવીરોને હંમેશા ટેકો આપે છે તથા યુવાનો અને પ્રતિભાશાળી રમતવીરોને તેમની રમતમાં આગળ વધવા હંમેશા પ્રોત્સાહન  આપે છે. અમે ભવિષ્યમાં વધુ રમતવીરોને ભરતી કરીશું.”

રમતવીરોની પસંદગી ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, વર્લ્ડ કપ્સ, એશિયન ચેમ્પિયનશિપ્સ, યૂથ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ્સ, પોલીસ એન્ડ ફાયર ગેમ્સ, નેશનલ ગેમ્સ, ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશિપ્સ, ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ્સ, ખેલો ઇન્ડિયા વગેરેમાંથી વિવિધ કેટેગરી માટે થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.