ઈટાલીની બેન્ક એમપીએસ રૂ. ૧.૨ લાખ કરોડમાં અન્ય બેન્ક હસ્તગત કરશે
રોમ, ઈટાલીની વિશ્વની સૌથી જૂની બેન્ક મોન્ટે ડેઈ પાશી ડી સીએના (એમપીએસ)એ ૧૩.૯ અબજ ડોલર (આશરે રૂ. ૧.૨ લાખ કરોડ)માં મીડિયોબેન્કા નામની અન્ય એક બેન્કને હસ્તગત કરવા માટેની બિડ લોન્ચ કરી છે.
આ ઓફર અંતર્ગત એમપીએસએ, મીડિયોબેન્કાના પ્રત્યેક શેરનું મૂલ્ય ૧૫.૯૯ યુરો આંક્યું છે, જે તેનાશેરના ગુરૂવાર બંધ ભાવના પાંચ ટકા પ્રીમિયમે છે. મોન્ટે પાશી હાલમાં ૯ અબજ યુરોનું જ્યારે મીડિયોબેન્કા ૧૨.૭ અબજ યુરોનું માર્કેટ કેપ ધરાવે છે. એમપીએસ દ્વારા કરાયેલી ઓફર અનુસાર, મીડિયોબેન્કાના રોકાણકારોને બેન્કના પ્રત્યેક ૧૦ શેરના બદલામાં મોન્ટે પાશીના ૨૩ શેર્સ મળશે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ના બેઈલઆઉટ કાર્યક્રમ બાદ ઈટાલિયન સરકાર જે બેન્કમાં સૌથી મોટી શેરધારક છે તે બેન્કનું પુનઃખાનગીકરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે તેવા સમયે આ ટેકઓવરની બિડ લોન્ચ કરાઈ છે.
મોન્ટે પાશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સોદાથી નફાના સ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે જ મૂડની સ્થિતિ અત્યંત મજબૂત બનશે. ઈટાલિયન ટ્રેઝરીએ અગાઉ મોન્ટે પાશીમાં રહેલો પોતાનો ૬૮ ટકા હિસ્સો ઘટાડી ૧૧.૭ ટકા કર્યાે હતો.
હવે તે બેન્ક માટે નવા ભાગીદાર શોધી રહી છે. ઈટાલિયન સરકારે ગત નવેમ્બરમાં બેન્કમાં નવા શેરધારકોનો સમાવેશ કર્યાે હતો. જેમાં રોમન બિઝનેસ ટાયકૂન ળાન્સેસ્કો કેલ્ટાગિરોન તથા દિવંગત અબજોપતિ લિઓનાર્ડાે ડેલ વેચ્ચિઓની હોલ્ડિંગ કંપની ડેલ્ફિનનો સમાવેશ થાય છે.
ડેલ્ફિને મોન્ટે પાશીમાનો પોતાનો હિસ્સો વધારીને ૧૦ ટકા કર્યાે છે, જ્યારે કેલ્ટાગિરોનનો હિસ્સો ૫ ટકા જેટલો છે. ડેલ વેચ્ચિઓ અને કેલ્ટાગિરોન ૩૦ ટકાના સંયુક્ત હિસ્સા સાથે મીડિયોબેન્કાના પણ સૌથી મોટા શેરધારકો છે.SS1MS