બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો
નવી દિલ્હી, નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને તેના તાજેતરના એક ર્નિણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક અને લોન લેનાર વચ્ચેના વિવાદમાં ર્નિણય આપતાં કહ્યું છે કે, ફ્લોટિંગ રેટ લોનમાં બેંકને લોન લેનારને જાણ કર્યા વિના પણ વ્યાજ દર વધારવાનો અધિકાર છે. દર વખતે વ્યાજ વધારતા પહેલા લોન લેનારને જાણ કરવી જરૂરી નથી.
આ મામલે પહેલો ર્નિણય ૨૦૧૯માં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સ્તરીય કમિશને લોન લેનારની તરફેણમાં ર્નિણય આપ્યો હતો. હવે NCRDએ તેને પલટી નાખ્યો છે. આ વાત ૨૦૦૫થી શરૂ થાય છે. ફરિયાદી વિષ્ણુ બંસલે નવેમ્બર ૨૦૦૫માં બેંકમાંથી ૩૦,૭૪,૧૦૦ રૂપિયાની લોન લીધી હતી.
આ લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવી હતી. ફ્લોટિંગ રેટ લોન એવી છે, જેમાં બેન્ચમાર્કમાં થતા ફેરફારોના આધારે વ્યાજ દરો પણ બદલાય છે. ઉદાહરણ તરીકે, હાલમાં મોટાભાગની બેંકો બોન્ડ યીલ્ડ અથવા રેપો રેટને બેન્ચમાર્ક મુજબ ચાલે છે. જાે રેપો રેટમાં ફેરફાર થાય છે, તો લોનના વ્યાજ દર પણ તે મુજબ બદલાય છે.
વિષ્ણુ બંસલે આ લોન ૨૪૦ મહિનામાં ચૂકવવાની હતી અને તેની EMI ૨૪,૨૯૭ રૂપિયા પ્રતિ માસ હતી. બંસલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં બેંકે તેમની પાસેથી વાર્ષિક ૭.૨૫ ટકા વ્યાજ વસૂલ્યું હતું, પરંતુ બાદમાં ૮.૭૫ ટકા કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પછી બેંકે ફરી એકવાર વ્યાજ દર વધારીને ૧૨.૨૫ ટકા કર્યો છે.
ઉપરાંત, તેની લોન ચૂકવવાની મુદત ૨૪૦ મહિનાથી વધારીને ૩૩૧ મહિના કરવામાં આવી હતી. બંસલે ICICI સાથેની તેમની લોન બંધ કરી અને તેને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી ત્યાં સુધીમાં તેણે રૂ. ૧.૬૨ લાખની વધારાની ચુકવણી કરી દીધી હતી.
બંસલે સૌપ્રથમ ફેબ્રુઆરી ૨૦૧૦માં બેન્કિંગ લોકપાલને ફરિયાદ કરી હતી. તે RBI દ્વારા નિયુક્ત એક વરિષ્ઠ અધિકારી છે, જે બેંકોની અસંતોષકારક કામગીરી અંગે ગ્રાહકોના પ્રશ્નો સાંભળે છે અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.
જાેકે, બંસલને અહીં કોઈ મદદ મળી ન હતી. આ પછી બંસલ ડિસ્ટ્રિક્ટ કમિશન પાસે ગયા જ્યાં મામલો એમ કહીને સાંભળવામાં આવ્યો ન હતો કે તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે.
બંસલ પછી રાજ્ય કમિશન તરફ વળ્યા. સ્ટેટ કમિશને ચોક્કસપણે સંમતિ આપી કે બેંકને વ્યાજ દર વધારવાનો અધિકાર છે, પરંતુ સાથે જ કહ્યું કે, તેનો અર્થ એ નથી કે બેંક જાણ કર્યા વિના તેમાં વધારો કરશે. કમિશને બેંકને ફરિયાદીને વ્યાજ સહિત રૂ. ૧.૬૨ લાખ પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ ર્નિણયથી અસંતુષ્ટ ICICI બેંકે આ વખતે નેશનલ કમિશનનો સંપર્ક કર્યો, જ્યાં ર્નિણય તેની તરફેણમાં આવ્યો.
નેશનલ કમિશને કહ્યું કે બેંકને જાણ કર્યા વિના લોનના વ્યાજમાં વધારો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કમિશને વધુમાં કહ્યું કે, બેંકે તેની વેબસાઈટ પર આનાથી સંબંધિત એક નોટિફિકેશન મુક્યું છે અને વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ઋણધારકોને રીસેટ લેટર પણ મોકલવામાં આવ્યા છે.
અંતે, કમિશને કહ્યું કે, કોર્ટ ગ્રાહકને માત્ર રૂ. ૧ લાખની ગુડવિલ તરીકે ચૂકવણી કરી શકે છે, કારણ કે અહીં કોઈ ગેરકાયદાકીય વેપાર પ્રથા કરવામાં આવતી નથી.SS1MS