ગ્રાહકો પાસેથી SMS ચાર્જ વસુલીને SMS મોકલવામાં બેંકોની લાલીયાવાડી
બેંક અને મોબાઈલ કંપની વચ્ચે જવાબદારીની ફેકાફેકીમાં પિસાવાનું ગ્રાહકના ભાગે આવે છે.
અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી બેંકીગ ટ્રાન્ઝેકશન કરતી વખતે ગ્રાહકોને મળતા એસએમએસ બંધ થઈ ગયા છે. સરકારી ખાનગી, સહકારી બેંકોની સર્વીસમાં ધાંધીયા ઉભા થયા છે. બેંકો ગ્રાહકો પાસેથી એસએમએસનો ર્વાષિક ચાર્જ વસુલીલે છે. પરંતુ ગ્રાહકોને તેમના ખાતામાં ટ્રાન્ઝેકશન થયા તેની કોઈ જાણ થતી નથી.
કેટલીક બેંકો દર ત્રણ મહિને એસએમએસના નામે 17.70 રૂપિયા ચાર્જ કરે છે. જે દર ત્રણ મહિને ઓટોમેટિક ખાતામાંથી ડેબીટ થાય છે.
ગ્રાહકો પાસેથી એસએમએસ ચાર્જ વસુલીને વેપલો કરતી બેંકો સામે કોઈ ચું કે ચા કરી શકતું નથી. ઉલ્ટાનું જયારે કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી થાય તો તેના એસએમએસ તુરર્ત આવી જાય છે. અને બાપડો ગ્રાહકો ઘાંધો બનીને પૈસા પાછા મેળવવા દોડધામ કરી મુકે છે.
એટીએમમાંથી પૈસા ઉપાડતા કે જમા કરતા એપ્લીકેશન મારફત પૈસાની લેવડ-દેવડ કરતા હોય તેવા ગ્રાહકોની ફરીયાદ છે ઘણા સમયથી તેમને એસએમએસ એલર્ટ મળતા નથી. આ અંગે બેંકને જાણ કરવા છતાં પણ સ્થિતીમાં કોઈ સુધારો થયો નથી.
એસએમએસ આવાથી ગ્રાહકોને રીયલ ટાઈમ જાણકારી મળે છે કે તેમના ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેકશન થયું છે. ગ્રાહક જયારે પોતે જ ટ્રાન્ઝેકશન કરે ત્યારે તેને ખબર હોય છે કે આ ટ્રાન્ઝેકશન મારું છે. પરંતુ એસએમએસ નહી આવવાના કારણે તેને જાણ થતી નથી. કોઈ વખત મેસેજ મળે છે પરંતુ મોટાભાગના ટ્રાન્ઝેકશન વખતે મેસેજ મળતો નથી.
ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પગાર થયો તેની જાણ થતી નથી કેમકે એસએમએસ જ મળતા નથી. પછી આવા ગ્રાહકોએ એપ્લીકેશનમાં લોગઈન થઈને ચેક કરવું પડે છે. પગાર થયો કે નહી, ખાનગી, સરકારી, સહકારી એમ દરેક બેંક એસએમએસ ચાર્જ પેટે ગ્રાહક પાસેથી વર્ષની સામટી ફી વસુલ કરી લે છે. પરંતુ બાદમાં એસએમએસ મોકલી નથી.
ગ્રાહક ફરીયાદ કરે ત્યારે મોબાઈલ કંપની પર દોષનો ટોપલો ઢોળી દે છે. ગ્રાહક જયારે મોબાઈલ કંપનીને ફરીયાદ કરે ત્યારે મોબાઈલ કંપની બેંક પર ઢોળી દે છે. આ જવાબદારી અમારી નહી પરંતુ બેંકની છે. બેંક અને મોબાઈલ કંપની વચ્ચે જવાબદારીની ફેકાફેકીમાં પિસાવાનું ગ્રાહકના ભાગે. આવે છે. ચોકાવનારી વાત એ છે કે જયારે ગ્રાહક સાથે છેતરપિંડી થાય કોઈ ગઠીયો તેના ખાતામાંથી રૂપિયાની ઉર્ઠાંતરી કરી લે ત્યારે ગ્રાહકને તુરત જ મેસેજ મળી જાય છે.