જે યોજનાઓમાં સરકાર ગેરંટર છે તે ધિરાણ, સહાયમાં બેંકો સહયોગ આપે: મુખ્યમંત્રી
અમદાવાદ, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ૧૮૨મી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ એવા કેટલાક સૂચનો કર્યા હતા કે, (૧) નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે, તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપે (૨) પીએમ સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે
ત્યારે બેંકોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ (૩) પશુધન અને માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં બેન્કર્સ ગતિ લાવે (૪) જન કલ્યાણ યોજનાઓમાં બેન્કર્સ ઉત્તમ યોગદાન આપે (૫) યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને પણ બેંક સરળતાથી અને મોટી સંખ્યામાં ધિરાણ મદદ આપે એ દિશામાં વિચારે.
આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. હવે અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પણ ગુજરાત અગ્રેસર રહેવાનું છે. આ હેતુસર રાજ્ય સરકારે અ‹નગ વેલ અને લિવિંગ વેલના બે મુખ્ય પિલર પર ૨૦૪૭ સુધીનો આગવો રોડ મેપ તૈયાર કર્યો છે. જે મુજબ દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે જોડાઈને આગળ વધે ત્યારે જ ૨૦૪૭માં વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરી શકાશે.
બેન્ક્સ પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે અને વધુને વધુ લોકોને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો લાભ આપે.
દરમ્યાનમાં મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, વિકસિત ભારત જ્ર ૨૦૪૭ અન્વયે ગુજરાતનું અર્થતંત્ર આપણે ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડોલર બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે, તેમાં બેંક્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે.
ફાઇનાન્સિયલ સિસ્ટમ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત અને ગતિશીલ બનાવવામાં જે યોગદાન આપે છે, તેમાં બેંક્સની ભૂમિકા વધુ સંગીન બનાવવાનું વિચાર મંથન એસએલબીસીમાં થાય તે જરૂરી છે.
હાલની વરસાદી આફતમાંથી નાના વેપારીઓ-ધંધા વ્યવસાયકારોની ઝડપભેર પૂર્વવત થવા બેંક્સની મદદ મળી રહે તે છે. રાજ્યના જે વિસ્તારોમાં બેંકોનો ક્રેડિટ રેશિયો ઓછો છે, તે વધારવા સાથે એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટમાં લાભાર્થી કવરેજ વધારીને યોજનાકીય લાભ માટે બેન્કિંગ સેવાઓને વ્યાપક બનાવે.SS1MS