બેંકો પાંચ દિવસ જ કામ કરશેઃ ઈન્ડિયન બેંક એસોસીએશનની મંજુરી
બેંકોમાં ‘ફાઈવ-ડે’ વિક; દૈનિક સમય ૪૦ મીનીટ વધશેઃ ઈન્ડિયન બેંક એસોસીએશનની મંજુરી-નાણાંમંત્રાલયને વિધિવત પ્રસ્તાવ પાઠવી દેવાયોઃ ટુંક સમયમાં અમલ શરૂ થશે
(એજન્સી) મુંબઈ, કેન્દ્ર સરકારની કચેરીઓના ધોરણે બેકોમાં પણ પાંચ દિવસનું સપ્તાહ હવે તુર્તમાં લાગુ થવાના સંકેત છે. ઈન્ડીયન બેક એસોસીએશનને દરખાસ્તને મંજુરી આપી દીધી છે. અને પ્રસ્તાવ નાણાંમંત્રાલયને પાઠવ્યો છે. તેની મંજુરી મળ્યે બેકોમાં ફાઈવ-ડે વીીકનો અમલ શરૂ થઈ જશે. Banks to work only for five days: Indian Bank Association approves
સુત્રોએ જણાવ્યું કે બેક કર્મચારી યુનીયન તથા ઈન્ડીયન બેંક એસોસીએશન વચ્ચે અગાઉ જ ફાઈવે-ડે વીક મુદે સહમતી થઈ હતી. હવે આઈબીએ દ્વારા આ બાબતનો વિધીવત પ્રસ્તાવ નાણાં મંત્રાલયનો પાઠવીી દેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય તુર્તમાં દરખાસ્તને સ્વીીકૃતિ આપીને પરીપત્ર જાહેર કરે તેવી શકયતા છે.
સુત્રોએ કહયું કે વધારાની વીકએન્ડ રજાના બદલામાં બેકોના કારોબારના કલાકો વધારીને અઠવાડીક માસીક કામગીરીનો સમય સરભર કરી દેવામાં આવશે. બેેકોના દેનીક કામકાજ સમય ૪૦ મીનીટ વધારવામાં આવશે.
સુત્રોએ એમ કહયું છે કે બેક કર્મચારીઓ માટે પગાર ભથ્થા રીવીીઝન કરવા માટેના વેજ બોર્ડની તુર્તમાં જાહેરાત થવાની છે. અને તેની સાથે જ ફાઈવ-ડે વિકનું એલાન કરવામાં આવે તેવી શકયતા છે.
બેકોમાં હાલ બીજા અને ચોથા શનીવારની કામગીરી નોર્મલ જ રહેતી હોય છે. બેક કર્મચારીઓ દ્વારા અગાઉ વિવિધ મુદાઓ પર હડતાળ-આંદોલન કર્યા હતા અને તેમાં એક મુદો માંગણી ફાઈવ-ડે વીકની પણ હતી.
ઈન્ડીયન બેક એસોસીએશન પણ આ મુદો સંમત થઈ ગયું હતું અને તેના દ્વારા સરકાર નાણાંમંત્રાલયને વિધીવત પ્રસ્તાવ પાઠવી દેવામાં આવ્યો છે. નાણાંખાતા સ્વીકૃતિ આપે તે પછી તુર્તજ અમલ થઈ જવાની શકયતા છે.