ડિસેમ્બરમાં બેંકો 18 દિવસ બંધ રહેશે- જાણો કયા છે રજાના દિવસો
નવીદિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૩ના રજાના કેલેન્ડર મુજબ, બેંકો ડિસેમ્બર મહિનામાં કુલ ૧૮ દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં સાપ્તાહિક રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક રજાઓ માત્ર ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ માટે છે. જાેકે, આ ૧૮ દિવસની રજાઓ દરમિયાન ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ૧૮૮૧ મુજબ, તમામ બેંક રજાઓને ચાર અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ શ્રેણીઓ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હેઠળ ઉપલબ્ધ રજાઓ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળ ઉપલબ્ધ રજાઓ, બેંક ખાતા બંધ કરવા સંબંધિત રજાઓ અને રાજ્યો દ્વારા નિર્ધારિત બેંક રજાઓ છે.ડિસેમ્બર મહિનાની રજાઓમાં કેટલાક રાજ્યોના સ્થાપના દિવસ, ગોવાના સ્વતંત્રતા દિવસની રજા અને નાતાલની રજાઓ જેવી જાહેર રજાઓનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર મહિનામાં આવનારી રજાઓ જાેઇએ તો ૧. ડિસેમ્બર ૧ (શુક્રવાર)ઃ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં રાજ્ય સ્થાપના દિવસ/સ્વદેશી આસ્થા દિવસને કારણે બેંકો બંધ.,૩ ડિસેમ્બર (રવિવાર)ઃ સાપ્તાહિક રજા,૩. ૪ ડિસેમ્બર (સોમવાર)ઃ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર, ગોવામાં બેંકો બંધ રહેશે.,૪. ૯ ડિસેમ્બર (શનિવાર)ઃ બીજા શનિવારની રજા,૫. ૧૦મી ડિસેમ્બર (રવિવાર)ઃ સાપ્તાહિક રજા,૬. ડિસેમ્બર ૧૨ (મંગળવાર)ઃ
મેઘાલયમાં પો-ટોગન નેંગમિંજા સંગમાને કારણે બેંકો બંધ.,૭. ડિસેમ્બર ૧૩ (બુધવાર)ઃ લુસુંગ/નામસુંગ- સિક્કિમમાં બેંકો બંધ.,૮. ડિસેમ્બર ૧૪ (ગુરુવાર)ઃ લુસુંગ/નામસુંગ- સિક્કિમમાં બેંકો બંધ.,૯. ડિસેમ્બર ૧૭ (રવિવાર)ઃ સાપ્તાહિક રજા,૧૦. ૧૮ ડિસેમ્બર (સોમવાર)ઃ યુ સોસો થમની પુણ્યતિથિ, મેઘાલયમાં બેંકો બંધ.,૧૧. ડિસેમ્બર ૧૯ (મંગળવાર)ઃ ગોવા મુક્તિ દિવસ, ગોવામાં બેંકો બંધ.,,૨. ડિસેમ્બર ૨૩ (શનિવાર)ઃ ચોથા શનિવારની રજા,૧૩. ૨૪ ડિસેમ્બર (રવિવાર)ઃ સાપ્તાહિક રજા,
૧૪. ૨૫ ડિસેમ્બર (સોમવાર)ઃ (ક્રિસમસ) – તમામ રાજ્યોમાં બેંકો બંધ છે.,૧૫.૨૬ ડિસેમ્બર (મંગળવાર)ઃ નાતાલની ઉજવણી- મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં બેંકો બંધ.,૧૬. ૨૭ ડિસેમ્બર (બુધવાર)ઃ ક્રિસમસ – અરુણાચલ પ્રદેશમાં બેંકો બંધ છે.,૧૭. ડિસેમ્બર ૩૦ (શનિવાર)ઃ મેઘાલયમાં બેંકો બંધ છે.,૧૮. ૩૧ ડિસેમ્બર (રવિવાર)ઃ સાપ્તાહિક રજા