કરુણા અભિયાન અંતર્ગત બેનર લગાવવામાં આવ્યા
(પ્રતિનિધિ)સેવાલીયા. ખેડા જિલ્લાના ગળતેશ્વરના વડું મથક સેવાલીયા ખાતે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ગળતેશ્વર ખાતે ડાકોર વન વિભાગ ના પ્રદીપ ભાઈ ભરવાડ, કમલેશભાઈ ભરવાડ તથા તેમની ટીમ દ્વારા બેનર લગાવવામાં આવ્યા, રાજ્યમાં ઉતરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરી દેવા માટે સરકારી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને પતંગ ની દોરી થી કોઈ પક્ષી ઘવાય નહીં, અન અને તેને ઇજાના થાય તે હેતુથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
સમગ્ર રાજ્ય માં ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ અને વાસી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે. લોકો કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ખૂબ ઉત્સાહ પૂર્વક મકરસંક્રાંતિ ઉજવશે, ત્યારે દર વર્ષે મકરસંક્રાંતિ માં પતંગના દોરાથી અનેક પક્ષી ઓના જીવ જાેખમાય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષી ઓને ઈજાગ્રસ્ત થતાં બચાવવા અને ઈજાગ્રસ્ત પક્ષી ઓની સારવાર માટે રાજ્યભરમાં તારીખ ૨૦મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ૨૦૨૩ યોજવામાં આવશે.
અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયા માં ગુજરાત પ્રથમ રાજય છે, ત્યારે આ અભિયાન માં સૌને સહભાગી થવા તેમજ સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ નહી ઉડાવવા અપીલ કરી છે. ડાકોર વન વિભાગ ના પ્રદીપ ભાઈ ભરવાડ, કમલેશભાઈ ભરવાડ તથા તેમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કરુણા અભિયાન જાગૃતિના ભાગરૂપે બેનર લગાવવામાં આવ્યા હતા અને પતંગ – દોરીની દુકાનોએ જઈ સરકારી ગાઈડ લાઈનનું પાલન કરવા આગ્રહ કરવામાં આવ્યો હતો.