બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 7,450 મિલિયનનો IPO બુધવારે ખૂલશે
- પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના (ઇક્વિટી શેર) ઇક્વિટી શેર દીઠ રૂ. 243થી રૂ. 256ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરાયો
- બિડ/ઇશ્યૂ બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 5 જુલાઈ, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ ડેટા મંગળવાર, 2 જુલાઈ, 2024ના રોજ રહેશે.
- બિડ્સ લઘુતમ 58 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 58 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- આરએચપી લિંકઃ https://bansalwire.com/investor-relationship/ipo-documents/
અમદાવાદ, 01 જુલાઇ, 2024 – બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (બંસલ વાયર અથવા કંપની) બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના પબ્લિક ઇશ્યૂના સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. (પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 7,450 મિલિયન સુધીના (કુલ ઇશ્યૂ સાઇઝ) મૂલ્યના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 2 જુલાઈ, 2024 રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 5 જુલાઈ, 2024ના રોજ બંધ થશે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 243થી રૂ. 256 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 58 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 58 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવા ધારે છેઃ (1) અમારી કંપની દ્વારા લેવાયેલા અંદાજિત રૂ. 4,526.83 મિલિયનના કેટલાક ઉછીના નાણાંની પૂર્વચૂકવણી કે પુનઃચૂકવણી માટે (2) રૂ. 937.08 મિલિયન જેટલા તેના બાકીના દેવા પૈકીની તમામ અથવા આંશિક પુનઃચૂકવણી કે પૂર્વચૂકવણી માટે અમારી પેટાકંપનીમાં રોકાણ (3) અમારી કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને રૂ. 600 મિલિયન જેટલું ફંડ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (ઇશ્યૂનો હેતુ).
આ ઇક્વિટી શેર નવી દિલ્હી (“આરએચપી”) ખાતે કંપનીના રજિસ્ટ્રાર, દિલ્હી અને હરિયાણામાં ફાઇલ કરાયેલ તારીખ 27 જૂન, 2024ના રોજ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે અને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચેલા અને સુધારેલા મુજબ 1957ના સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સના નિયમ 19(2)(બી)ની શરતોમાં કરવામાં આવી રહ્યો છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુપાલનમાં બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા આ ઇશ્યૂ ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(1)માં ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી અને આવો હિસ્સો ક્યુઆઈબી પોર્શન)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
જેમાં અમારી કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનના 60 ટકા સુધી સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) ને ફાળવી શકે છે
જે પૈકી કમસે કમ એક તૃત્યાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે
જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીમાં પ્રમાણસર ધોરણે ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત ઇશ્યૂના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે પૈકી (એ) આવા પોર્શનનો એક તૃત્યાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે અનામત રહેશે (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ ભાગ રૂ. 10,00,000 કરતાં વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે આ બે સબ-કેટેગરીઓમાંથી ગમે તેમાં સબસ્ક્રાઇબ ન થયેલા પોર્શનના કિસ્સામાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ કેટેગરીમાં અરજીકર્તાને ફાળવી શકાશે.
આ ઉપરાંત, ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઈબી)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂની કિંમતે કે તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના) તમામ બિડર્સ બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ આ ઓફરમાં ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે
અને તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (યુપીઆઈ આઈડી સહિત) આપવાની રહેશે જેમાં સંબંધિત બિડની રકમ ઓફરમાં ભાગ લેવા માટે પાત્રતા તરીકે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSB”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઇશ્યૂના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 430 પર ઇશ્યૂ પ્રોસીજર્સનો અભ્યાસ કરો.
એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમટિડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂન બુક રનિંગ લીડ મેનેજર છે. અહીં ઉપયોગમાં લેવામાં આવેલી અને વ્યાખ્યા ન કરવામાં આવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમા જણાવવામાં આવ્યા મુજબનો અર્થ થશે.
Disclaimer:
Bansal Wire Industries Limited is proposing, subject to, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the DRHP dated January 18, 2024 with SEBI on January 19, 2024 and the RHP dated June 27, 2024 with the RoC. The RHP is available on the website of the Company at www.bansalwire.com, SEBI at www.sebi.gov.in, as well as on the websites of the BRLMs, i.e. www.sbicaps.com and www.damcapital.in and the websites of National Stock Exchange of India Limited and BSE Limited at www.nseindia.com and www.bseindia.com, respectively. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see “Risk Factors” of the RHP, on page 34. Potential investors should not rely on the DRHP for making any investment decision but can only rely on the information included in the Red Herring Prospectus.
This announcement does not constitute an offer of Equity Shares for sale in any jurisdiction, including the United States, and the Equity Shares offered in the Issue may not be offered or sold in the United States absent registration under the U.S. Securities Act of 1933 or an exemption from registration. Any public offering of the Equity Shares to be made in the United States will be made by means of a prospectus that may be obtained from the Company and that will contain detailed information about the Company and management, as well as financial statements. However, the Equity Shares offered in the Issue are not being offered or sold in the United States.