BAPS સ્વામિનારાયણ મંદિર, નડિયાદ દ્વારા પરીક્ષા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ મંદિર, નડિયાદ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ માટે તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦; રવિવારના રોજ પરીક્ષા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય સંતો દ્વારા વૈદિક સમૂહ મહા-પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક મહાપૂજામાં ૧૪૦ થી વધુ યુવક-યુવતીઓ જોડાયા હતા.
પૂજ્ય સંતો દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ પરિણામ, ભવિષ્યની સુખાકારી માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
ત્યારબાદ પૂજ્ય સંતોએ પ્રાસંગિક પ્રવચનમાં જીવનમાં સફળતા મેળવવા માટે પ્રાર્થના અને પુરૂષાર્થનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પત્ર અને પેન આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નડિયાદ મંદિરના કોઠારી સંત શ્રી સર્વમંગલ સ્વામી તથા ધર્મનિલય સ્વામી અને શ્રીજી-દર્શન સ્વામી યુવકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.