BAPS સ્વામિનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં થાય
સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે ૬થી ૮ઃ૩૦ દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે.
જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.
અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જેમાં લોકો માત્ર ધાર્મિક રીતે હોળી પ્રગટાવી શકશે, પરંતુ ધુળેટીમાં રંગોથી ઉજવણી નહીં કરી શકે. દર વર્ષે શહેરના સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક રંગોથી ઉજવણી કરવામાં આવે છે.
લોકો ભગવાનને પણ ધુળેટી રમાડે છે, પરંતુ આ વર્ષે પ્રતિબંધ હોવાને કારણે શહેરના મોટા મંદિરો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં કરાય. ભાવિકોને ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ મળશે. આ ઉપરાંત મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં થાય.
સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે ૬થી ૮ઃ૩૦ દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.