પૂર અસરગ્રસ્ત પરિવારોની વહારે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા
વડોદરા, બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સદૈવ કુદરતી કે માનવસર્જિત આફતોમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે.
વડોદરા શહેર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં થયેલ વધારાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘૂસતા વહીવટી તંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અસરગ્રસ્તોની મદદ હેતુ ખીચડી તૈયાર કરવા ૩૦ સંતો સેવામા જોડાયા હતા. સંસ્થાના પંદર જેટલા સ્વયંસેવકો આ ફૂડ પેકેટ આશ્રયસ્થાનોમાં વિતરણ કરશે.
કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ૨,૬,૦૦૦ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.જેને કારણે વણાકબોરી વિયર પરથી અંદાજે રાત્રે ૧૦ કલાકે આ પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે.જેના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના સાવલી તાલુકાના ૨૮,વડોદરા ગ્રામ્યના ૦૯ અને પાદરા તાલુકાના ૧૨ સહિત ૪૯ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.