હજારો સત્સંગીઓએ નોકરી, ધંધાને મહિનાઓ માટે છોડીને સ્વયંસેવક તરીકે સેવા કરી પ્રમુખસ્વામીને અંજલી આપી
પ્રમુખસ્વામી નગરને તૈયાર કરનાર ૮૦ હજાર સ્વયંસેવકોની સભા યોજાઈ
(એજન્સી)અમદાવાદ, પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સતત એક મહીના સુધી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશેષ સેવા આપીને ૬૦૦ એકરની જમીન પર નગરને તૈયાર કરવામાં હજારો સ્વયંસેવકોની અવિસ્મરણીય ભુમીકા રહેલી છે.
પ્રમુખસ્વામી મહારાજ નગર હવે લાખો મુલાકાતીઓ માટે તૈયાર થયું છે. ત્યારે નગરમાં મહંત સ્વામીની ઉપસ્થિતીમાં સ્વયંસેવકોની સભા યોજવામાં આવી હતી. જેમાં ૮૦ હજાર જેટલા સ્વયંસેવકો હાજર રહયા હતા.
પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દીના ઉજવણીના છેલ્લા પડાવમાં અમદાવાદમાં ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે ૬૦૦ એકરની જમીન પર પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૧૪મી ડિસેમ્બર ૧પમી જાન્યુઆરી દરમ્યાન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.
જાે કે ૬૦૦ એકર જમીન બીએપીએસને આપવામાંચ આવી ત્યારે તેના પર નગરની રચના કરવી તે સૌથી અઘરી કામગીરી હતી. આમ જમીન મળી અને નગર તૈયાર કરવામાં આવ્યુું તે દરમ્યાન હજારો સ્વયંસેુવકોએ જવાબદારી સંભાળી હતી.
ત્યારે હવે નગર તૈયાર થતા ૮૦ હજાર સ્વયંસેવકોનું અભિવાદન કરવા માટે સોમવારે પ્રમુખસ્વાવમી મહારાજ નગરમાં મહંત સ્વામી ઉપસ્થિતીમાં વિશેષ વિરાટ સ્વયંસેવકની સભા યોજવામાં આવી હતી. સૌથી નોધપાત્ર બાબત એ છે કે ૪પ૦૦ જેટલા -બાળબાલીકા સ્વયંસેવકો બાળનગરીમાં સેવા આપશે.
શિસ્ત શૈલી અને સપના ગુણો દ્વારા સ્વયંસેવકો એ પ્રમુખસ્વામી મહારાજનો અંજલી આપવામાં માટે સંતાનો માર્ગદર્શન હેઠળ આ કાર્યને પૂર્ણ કર્યું હતું. ત્યારે અનેક લોકોએ મહીનાઓ સુધી નોકરીમાંથી રજા લીધી. વેપાર-ધંધામાંથી મુકિત લીધી અને.
અનેક લોકોએ લગ્નથી માંડીને અનેક સામાજીક શતાબ્દી મહોત્સવના અનુસંધાનમાં મોકુફ રાખ્યા હતા.
જેમાં ગાંધીનગર બેક ઓફ બરોડામાં પૂર્વ ડેપ્યુટી રીજીયનલ મેનેજર તરીકે હાલ બેક ઓફ બરોડા લંડન ખાતે ડેપ્યુટી ચીફ એકિઝકીટયુવ તરીકે ફરજ બજાવતા પુરુષોત્તમ ભાલીયા પ્લમીગ કામ અને બાંધકામની સેવા કરવા શરૂઆતથી જ અમદાવાદ આઅવી ગયા હતા.
તો અમદાવાદમાં રહેતા ભુપત કાટેલીીયાએ તેમના મિસ્ત્રીકામનો ચાર વર્ષ સુધી ચાલે તેવા કોન્ટ્રાકટરને છોડીને શતાબ્દી મહોત્સવની સેવા સ્વીકારી હતી.
જયારે અમરેલીમાં રહેતા પ્રિયાંક પટોડીયામાં બીઈનો અભ્યાસ જીટીયુમાંથી પુર્ણ કરીને કેનેડાની સેન્ટેન્થલો કોલેજમાં માસ્ટર ડીગ્રીમાં બાયોમેડીકલ એન્જીનીયરીગમાં પ્રવેશ લીધો હતો. આ માટે તેણે ફી પણ ભરી દીધી હતી. અને વિઝા પણ આવી ગયા હોવા છતાંય છ મહીનાથી સેવા માટે કેનેડા જવાનું ટાળ્યું હતું.
તો અમદાવાદના કમલેશ પટેલ નામના બિલ્ડરે તેના ૧૬૮ ફલેટની સ્કીમમાં તમામ ફલેટ ઉતારા માટે સમર્પીત કરી દીધા હતા. અને પોતે પણ પાણી અને બાંધકામમાં જાેડાયા હતા. તો અનેક યુવકો સીએ, સીએસની પરીક્ષા બીજા વર્ષે આપવાનું નકકી કરીને સેવાવમાં જાેડાયા હતા. જયારે અમેરીકામાં એડીશનલ રહેતા કમલેશ ટીબડીયા ૪પ દિવસની સેવા માટે અમદાવાદ આવ્યા છે. આમ હજારો સ્વયંસેવકોએ અનેક ભોગ આપીને નગરને આકાર આપ્યો છે.