“પ્રમુખસ્વામી મહારાજ યુવાનોના વિરલ ઘડવૈયા હતા: BAPS યજ્ઞપ્રિય સ્વામી
ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી. BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ યુવાનોના વિરલ ઘડવૈયા હતા. બાળકો અને યુવકો હંમેશા પ્રેમ અને લાગણીને ઝંખે છે માટે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા યુવકોને પ્રેમ આપ્યો છે અને તેમની ભૂલોને અવગણીને અને માફ કરીને પણ પ્રેમ આપ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજે પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે તેવા નિયમધર્મની દૃઢતા વાળા યુવકોનું નિર્માણ કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજે અજોડ સેવા કરે તેવા અને સમર્પિત યુવકોનું નિર્માણ કર્યું છે.”
યુવાપ્રવૃત્તિમાં જોડાયેલાં યુવક-યુવતીઓના સ્વાનુભવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિડિયો પ્રસ્તુતિ રૂપે દર્શાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
BAPSના પૂ. વિવેકમુનિ સ્વામી દ્વારા યુવાપ્રવૃત્તિના હેતુ, ઇતિહાસ અને પરિચય વિષયક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું,
“બી.એ.પી.એસની યુવાપ્રવૃત્તિ નો પાયો સને ૧૯૫૨માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નાખ્યો હતો અને તેઓ યુવકો માટે કહેતા હતા કે , “યુવકો મારું હૃદય છે”. મોરબી રેલ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજની એક હાકલે ૧૫૦૦ જેટલા યુવકો રાહતકાર્યમાં જોડાયા હતા. છાત્રાલય પ્રવૃત્તિ નો પ્રારંભ યોગીજી મહારાજે યુવાપ્રવૃત્તિ દ્વારા કરાવ્યો હતો એ આજે ચૈતન્ય મંદિરો બની ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત ૨૦૧૫ માં કરી હતી જે આજે ચારિત્ર્યયુક્ત યુવાનોનું સર્જન કરી રહ્યું છે.”
ગવત રસજ્ઞ પૂ. શ્રી જીગ્નેશ દાદાજીએ જણાવ્યું, “ મારા માતાપિતા સમાન ગુરુ મહારાજ એવા પ્રમુખસ્વામી મહારાજને મારા પ્રણામ.પરમાત્માની શું શક્તિ છે અને પરમાત્મા શું કરી શકે છે તેને જોવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. પ્રમુખસ્વામી મહારાજના મેં ક્યારેય દર્શન નથી કર્યા, પરંતુ આજે સંતો અને હરિભક્તોને જોઈને મને તેમની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે.
માણસની હાજરીમાં તેના વખાણ થાય તે તો સામાન્ય કહેવાય પરંતુ માણસની ગેરહાજરીમાં તેના કરોડો લોકો વખાણ કરે તેવા પ્રમુખસ્વામી મહારાજ હતા અને મારા માટે તેઓ સાચા અર્થમાં “યુગપુરુષ” છે. સાધુનો ગુણ છે “અજાત શત્રુતા”. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં અજાતશત્રુ હતા.
સ્વચ્છતા અને સુંદર આયોજન જે મહોત્સવમાં જોવા મળતું હોય તે મહોત્સવ બી.એ.પી.એસ સંસ્થાનો જ હોઇ શકે. આ ઉત્સવમાંથી કોઈ એક વિચાર પણ જીવનમાં ઉતારીશું તો સમગ્ર જીવન મહામહોત્સવ બની જશે એવું આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવ છે.”