ક્યારે, કેવી રીતે પહોંચશો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા
BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પ્રધાનમંત્રી અમદાવાદ આવી પહોંચ્યા
1 મહિનો ચાલનારા PSM100 (પ્રમુખ સ્વામી મહોત્સવ 100 વર્ષ) માં ભાગ લેવા દેશ વિદેશમાંથી લોકો આવશે. આવતીકાલે 15 ડિસેમ્બરે અમિત શાહ પણ મહોત્સવમાં ભાગ લેશે. આ નગર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભાડજ સર્કલ નજીક 600 એકરમાં પથરાયેલું છે.
સામાન્ય જનતા માટે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી ફ્રી છે. એક્ઝીબીસન માટે બપોરે 2 થી 9 વાગ્યા સુધીનો સમય છે. લાઈટ અને સાઉન્ડ શો માટેનો સમય રાત્રે 7 થી 9 સુધીનો છે. જેમાં 20 મિનિટનો એક સ્લોટ છે.
આ ઉપરાંત મહોત્સવમાં પ્રવેશવા માટે 7 દ્વાર છે. જેમાં ગેટ નં. 1 વીવીઆઈપી માટે છે, અને ભાડજ સર્કલ તરફથી જતા લોકો માટે દ્વાર નં. 2-3-4 છે અને ઓગણજ તરફથી આવતા લોકો માટે દ્વાર નં. 5-6-7 છે.
આ ઉપરાંત માત્ર 10 રૂ. ના ખર્ચે બોપલ સર્કલથી મહોત્સવ સ્થળ સુધી પહોંચી શકાશે. PSM100 App ડાઉનલોડ કરીને તમામ પ્રકારની માહિતી તેમાં મળી રહેશે. તેમજ આકર્ષણનો નકશો પણ મળી રહેશે. ગાડી જે સ્થળે પાર્ક કરો ત્યાં એપમાંથી QR code સ્કેન કરી શકાશે.
આ ઉપરાંત બાળનગરી અને અનેક આકર્ષણો આ મહોત્સવમાં જોવા મળશે.
અમદાવાદમાં સંત પૂજ્ય પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ મહોત્સવ સાયન્સ સિટી, ઓગણજ વચ્ચે આવેલ સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામીનારાયણનગર ઉભુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરુપ મહંતસ્વામી મહારાજના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.
અમદાવાદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
વડાપ્રધાનશ્રીના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રીશ્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયરશ્રી કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું.
મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીનો ભાવસભર આવકાર કર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ડિસેમ્બર-2021માં જ કરવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે તારીખ લંબાવવામાં આવી. આથી હવે 14 ડિસેમ્બરથી 1પ જાન્યુઆરી-2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ભલે હાલ એક મીહના માટે થઇ રહ્યું હોય પરંતુ તેની તૈયારીઓ છેલ્લા બે વર્ષથી થઇ રહી છે.
શતાબ્દી મહોત્સવમાં 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા એનઆરઆઈ જોડાશે. જેને લઇ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને ફોર સ્ટાર હોટલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રુમ બુક થઇ ગયા છે. એટલે કે 20 હજાર રુમનું એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. ફાઈવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વાર સ્વામીનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.