Western Times News

Gujarati News

ICAI conclave: જ્ઞાનવત્સલ સ્વામીએ ‘એથિક્સ ઈન પ્રોફેશન’ વિષય પર વક્તવ્ય આપ્યું

પ્રમુખસ્વામીનગરમાં ICAI ટેક્સ કોન્કલેવ યોજાયું-BAPSનાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ‘ઈન ધ જોય ઓફ અધર્સ’ અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ‘એથિક્સ ઈન પ્રોફેશન’ વિષય પર પોતાના વક્તવ્યો આપ્યા

અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા પ્રમુખસ્વામીનગરમાં આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સ કોન્કલેવમાં દેશભરમાંથી 1500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઉપસ્થિત રહ્યા હતાં.

એક દિવસનાં આઈસીએઆઈ કોન્કલેવનું ઉદઘાટન આઈસીએઆઈનાં પ્રેસીડેન્ટ સીએ(ડો.) દેબાશીષ મિત્રા, વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ અને સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માહિતી આપતાં આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામીનગરમાં યોજાયેલા આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં દેશનાં નિષ્ણાત વિશેષજ્ઞોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતાં.

અમદાવાદનાં સિનિયર એડવોકેટ સૌરભ સોપારકરે ‘રિસન્ટ ડેવલપમેન્ટ્સ ઈન ચેરિટેબલ ટ્રસ્ટ’, નવી દિલ્હીનાં એડવોકેટ જે કે મિત્તલે ‘ક્રિટિકલ ઈસ્યુઝ ઈન જીએસટી’, નવી દિલ્હીનાં સીએ ગિરિશ આહુજાએ ‘ટેક્ષેશન ઓફ કેપિટલ ગેઈન્સ’ વિશેનાં સેશન્શ લીધાં હતાં.”

સીએ બિશન શાહે વધુમાં જણાવ્યું કે આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં બીએપીએસનાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ‘ઈન ધ જોય ઓફ અધર્સ’ અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ‘એથિક્સ ઈન પ્રોફેશન’ વિષય પર પોતાના વક્તવ્યો આપ્યા હતાં. ટેક્સ કોન્કલેવની સમાપ્તી બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે પ્રમુખસ્વામીનગરની મુલાકાત લીધી હતી.

પ્રમુખસ્વામીનગરમાં આઈસીએઆઈ ટેક્સ કોન્કલેવમાં આરસીએમ- હિતેશ પોમલ, આરસીએમ- સીએ ચિંતન પટેલ, આરસીએમ- સીએ વિકાસ જૈન તેમજ અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી,

સેક્રટરી નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરી, સીએ સુનીલ સંઘવી, સીએ સુનીત શાહ, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.