મંદિર એ પરમાત્માને પામવાનું સ્થળ છે અને મંદિરમાં આવીને મન શાંત થાય છે
અમેરિકા હવાઈ ટાપુના પૂજ્ય બોધિનાથ વેયલન સ્વામીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને ખૂબ જ અભિભૂત થયો છું અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોની સેવા અને સમર્પણ માટે હું તેમને શત શત નમન કરું છું અને એવા સ્વયંસેવકો અમારી સંસ્થામાં પણ તૈયાર થાય તેવી અભિલાષા રાખું છું.’ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જીવન સિદ્ધાંત સાથે આપણે સૌ જીવન જીવીશું તો પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ રાજી થશે.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, ‘મંદિર એ પરમાત્માને પામવાનું સ્થળ છે અને મંદિરમાં આવીને મન શાંત થાય છે’ અને તેઓએ મંદિરોનું નિર્માણ કરીને સનાતન હિંદુ સંસ્કૃતિનો પ્રચાર પસાર કર્યો છે અને ભવિષ્યની પેઢીમાં પણ સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરીને તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ સંસ્થાએ યુવા વર્ગને પણ ધર્મ સાથે જોડ્યો છે.”
ડિવાઈન લાઈફ સોસાયટીના પૂજ્ય શ્રી સ્વામી યોગસ્વરૂપાનંદજી મહારાજે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે ઘણી વખત અમારા ઋષિકેશના આશ્રમને પધારીને પવિત્ર કર્યો છે. હું પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવે પ્રમુખસ્વામી મહારાજ નગરથી ખૂબ જ અભિભૂત થયો છું. યોગીજી મહારાજ ઊર્જાના સ્ત્રોત સમાન સંત હતા અને તેમના દર્શન કરવાની તક પણ ૧૯૬૪ માં મળી હતી.”
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન અને ઈસ્કોન બેંગ્લોરના પદ્મશ્રી પૂજ્ય મધુપંડિત દાસજીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન ખૂબ જ અદ્ભુત છે. હજારો સ્વયંસેવકો અહી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે કારણકે તેઓ શુદ્ધતા , પ્રેમ અને કરુણા ના પ્રતીક સમાન હતા.
પ્રમુખસ્વામી મહારાજે મને આશીર્વાદ આપી કહ્યું હતું કે , ‘તમારા ગુરુએ તમને હરિનામ આપ્યું છે તે નિયમિત કરજો તો બધો વ્યવહાર ભગવાન સંભાળી લેશે.’ પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય આધ્યાત્મિક પરંપરાના ચમકતા સિતારા સમાન હતા કારણકે તેઓએ વૈદિક સ્થાપત્ય કલા વાળા ૧૧૦૦ થી વધારે માનવ ઉત્કર્ષના મંદિરોનું નિર્માણ કર્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ શુદ્ધતા , પ્રેમ અને કરુણાનો મહોત્સવ છે.”
લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર, બિઝનેસ આંત્રપ્રિન્યોર, ડાયનેમિક ઈન્ડિયા ગ્રૂપના ડૉ. ભુપિન્દર (સોનુ) શર્માએ જણાવ્યું, “હું આ સૌનો આભારી છું કે મને આ દુનિયામાં નવી દુનિયા જોવાનો મોકો આપ્યો.મારા પિતાના શુભ કર્મોના ફળોના લીધે હું આજે આ મહોત્સવમાં હાજર રહી શક્યો છું કારણકે ઈશ્વરના આશીર્વાદ હોય ત્યારે સંતની કૃપા પ્રાપ્ત થાય છે.”