PSM નગરમાં ૩૩,૦૦૦ મહિલા સ્વયંસેવકો દ્વારા દૃશ્યમાન થઈ રહ્યો છે સેવા અને સમર્પણનો વિરલ સંગમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/08-Kirtangan-1024x318.jpg)
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા સેમિનારો, સંવાદો, અને કળા મંચ દ્વારા દ્વારા જોવા મળી રહી છે મહિલા ઉત્કર્ષની અભૂતપૂર્વ ઝલક
ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.
કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યાસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે.
પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે. ૧૯૭૫ થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.
સંધ્યા સભા કાર્યક્રમ : સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. સંવાદ, વિડિયો, નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
અનેક મહિલા અગ્રણીઓએ સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સભામાં આમંત્રિત મહાનુભાવો :
શ્રીમતી. સ્મૃતિ ઈરાની, મહિલા અને બાળ વિકાસ મંત્રી, લઘુમતી મંત્રાલય – ભારત સરકાર
માન. એવલિન અનાઈટ, રોકાણ અને ખાનગીકરણ માટે નાણા રાજ્ય મંત્રી – યુગાન્ડા પ્રજાસત્તાક
માન. જસ્ટિસ ફિલોમેના મ્વિલુ, કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ
શ્રીમતી. ભારતીબેન ધીરુભાઈ શિયલ – ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
શ્રીમતી. શારદાબેન પટેલ, સંસદ સભ્ય – લોકસભા
શ્રીમતી. પૂનમબેન માડમ, સંસદ સભ્ય – લોકસભા
શ્રીમતી. સંયુક્તકુમારી વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી, ભાવનગર
શ્રીમતી. રીવાબા જાડેજા, ધારાસભ્ય – જામનગર (ગુજરાત)
શ્રીમતી. અમૃતા ફડણવીસ, ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા ડો. નીમાબેન આચાર્ય, ભૂતપૂર્વ અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/10-Amruta-scaled.jpg)