સંતોનો સ્વભાવ છે એવો , જનેતાની ગોદના જેવો’: ભીખુદાન ગઢવી
જાણીતા લોક સાહિત્યકાર અને ગાયક શ્રી ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેઓ નાના બાળકની જેમ હસતા હતા, તેવું પવિત્ર એમનું હાસ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી, તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે.
પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એકદમ ઋજુ હતું અને એમના ચરણોમાં વંદન કરીએ એટલે બધું જ આવી જાય.”શાંતિ પમાડે તેને સંત કહીએ , એના દાસના દાસ થઈને રહીએ” એવા શાંતિ આપનારા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા અને મહંતસ્વામી મહારાજ છે.’
સંતોનો સ્વભાવ છે એવો , જનેતાની ગોદના જેવો’ આ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રમુખસ્વામી મહારાજે સૌને જનેતાની જેમ પ્રેમ આપ્યો છે અને લોકોના દિલોમાં સ્થાન પામ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોના મુખમાંથી નીકળતા વેણ એ મોતી જેવા વેણ છે જેનો ચારો કરી લઈશું તો જીવન બદલાઈ જશે.”
હાસ્ય કલાકાર અને સંગીતકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘I’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય. પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત. ”