પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે: ડો. નીમાબેન આચાર્ય

Dr. Nimaben Acharya,
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા સેમિનારો, સંવાદો, અને કળા મંચ દ્વારા દ્વારા જોવા મળી રહી છે મહિલા ઉત્કર્ષની અભૂતપૂર્વ ઝલક
ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.
ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું,
“૮૦,૦૦૦ થી વધારે સ્વયંસેવકો જે અહી સેવા કરી રહ્યાં છે તેમને મારા શત શત વંદન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અંતરિક્ષમાંથી સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ સતત આશીર્વાદ વરસાવતા હોય તેવી અનુભૂતિ થાય છે.
પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુઃખો દૂર કર્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે “ઘર સભા” ની ભેટ આપીને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે અને મારા ઘરમાં પણ ઘરસભા નિયમિત થાય છે. સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન મહિલાઓ કરે છે માટે પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે.
વિશ્વની અંદર ભારતીય મહિલાઓનો જોટો જડે તેમ નથી કારણકે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા અને સમર્પણ કરે છે. “જનસેવા એ પ્રભુસેવા” એ પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના રહી છે. ‘વસુધૈવ કુટુમ્બમ’ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે.”
હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF) ના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રીમતી સુહાગ શુક્લાએ જણાવ્યું,

“હું આજે પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ” કારણકે આ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતાની ભાવના પ્રજ્વલિત કરી છે.
પ્રમુખસ્વામી મહારાજે એકતા , આદરભાવ અને સત્યના પાઠ શીખવ્યા છે.’નમસ્તે એક શબ્દ નથી પરંતુ સાધના છે જે આપણને અંદરથી શુદ્ધ કરે છે.’ જો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરીશું તો નાતજાત અને ઊંચનીચના ભેદભાવથી ઉપર આવી જઈશું.