પ્રમુખસ્વામી મહારાજ એટ્લે હરતું ફરતું જીવંત ઉપનિષદ: ગુરુદેવશ્રી રાકેશભાઈ
શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈએ જણાવ્યું, “હું પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યો , તેમને જોયા અને તેમણે મારૂ હૃદય જીતી લીધું.’ ‘પ્રમુખસ્વામી મહારાજ એટ્લે અનેક ગુણોનું સરનામું’
પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યે અનેકગણો દાસ ભાવ હતો અને સેવા તેમજ કરુણાનો પ્રવાહ હમેશા તેમની આંખોમાંથી વહ્યા કરતો હતો.
પ્રમુખસ્વામી મહારાજની ચારિત્ર્ય શક્તિ અનોખી હતી અને તેમના અંતરમાં અહંકાર નહિ અને મનમાં ધિક્કાર નહિ , આંખોમાં વિકાર નહિ અને વલણમાં નકાર નહિ એવા વિરલ સંત પ્રમુખસ્વામી મહારાજ હતા.
પ્રમુખસ્વામી મહારાજ માં પુણ્ય વૈભવ , પ્રજ્ઞા વૈભવ અને પવિત્રતાનો વૈભવ જોવા મળતો હતો જે મને ખુબ જ સ્પર્શયો છે.
પ્રમુખસ્વામી મહારાજ માન-અપમાન ના પ્રસંગ માં નિસ્પૃહ અને નિર્ભય અને સ્થિતપ્રજ્ઞ રહેતા હતા.
નામ માટે કરગરતા જોયા છે પરંતુ જો નામ ભૂસવા માટે કોઈ કરગરતું હોય તો તે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ હોઈએ શકે.
મારા માટે પ્રમુખસ્વામી મહારાજ એટ્લે હરતું ફરતું જીવંત ઉપનિષદ. અત્યાર સુધી એમ હતું કે “Sky is the limit” પરંતુ હવે ‘Pramukh Swami Maharaj is the Limit’
પ્રમુખસ્વામી મહારાજ માત્ર આ સંસ્થાના ગુરુ નથી પરંતુ એ સનાતન હિન્દુ સંસ્કૃતિના કિર્તિસ્તંભ સમાન છે.”