Western Times News

Gujarati News

Reduce, Reuse, Recycle – RRRને લક્ષ્યમાં રાખી કરાયેલું BAPS PSMનગરનું નિર્માણ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગર સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી-પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના : પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સુમેળ

 13.25 લાખ રોપાઓ, વૃક્ષોના વાવેતરથી હવાને શુદ્ધ રાખવાની કવાયત, STPમાં ગંદા પાણીના ટેકનીકલી નિકાલની વ્યવસ્થા

પ્લાસ્ટિક વેસ્ટમાંથી બાંકડા બની શકે, હાર્ડ કોંક્રીટ-મેટલનો ફરી ઉપયોગ કરી શકાય એ BAPSના સ્વયંસેવકોએ સાબિત કરી બતાવ્યું

ધૂળના કણો નગરના મુલાકાતીઓને પરેશાન ન કરે તે માટે એર ક્વોલીટી મોનીટરીંગ માટે 8 મશીનો અને એના ડેટાને આધારે ફોગર મશીનથી કામગીરી કરવામાં આવી હતી

n  સરકારના નિયમોનુસાર બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ મહોત્સવના આયોજકો માટે પ્રથમ પ્રાધાન્ય

Reduce, Reuse, Recycle – RRRને લક્ષ્યમાં રાખી કરાયેલું પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ અને કાર્ય પર્યાવરણવિદો અને અભ્યાસુ લોકો માટે અભ્યાસનો વિષય બની રહ્યો છે. અહીં     નીકળતા પ્લાસ્ટિક કચરાને અલગ તારવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરામાંથી બેસવા માટેના બાંકડા બનાવવા, યુઝ્ડ પ્લાસ્ટિક બોટલમાંથી કચરા પેટી બનાવવી અને વધેલા પ્લાસ્ટિક કચરાનો સરકારી ધારાધોરણ અનુસાર નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ,  રોમાંચ જગાડે તેવી પ્રગતિની દોડમાં મોટાભાગે પર્યાવરણ પરત્વેની લક્ષ્યતા ભુલાઈ જતી હોય છે. પરંતુ અમદાવાદ ખાતે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી મહારાજ નગર જુદું તારી આવે છે. આ નગરમાં પ્રકૃતિ અને પર્યાવરણના જતનનું અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત થયું છે. સમગ્ર જીવન દરમ્યાન પર્યાવરણના સાચા મિત્ર બનીને પર્યાવરણનું જતન કરીને પ્રેરક ઉદાહરણ બની ગયેલા પ્રમુખસ્વામી મહારાજ લાખો લોકો માટે પર્યાવરણ પરત્વેની જાગરૂકતાના આદર્શ છે.

BAPS સંસ્થા આ માટે પહેલેથી જ જાગૃત છે. સંસ્થા દ્વારા નિર્મિત દિલ્હી-ગાંધીનગરના અક્ષરધામ, 1100 થી વધુ મંદિરોમાં લહેરાતી હરિયાળી એના ઉત્તમ ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બનેલા 600 એકરના પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તેઓની પર્યાવરણ પરત્વેની ભાવનાને સંપૂર્ણ રીતે પાલન કરીને સંતો, સ્વયંસેવકોએ સાચા અર્થમાં તેઓને ભાવાંજલિ આપી છે.

અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પ્રસ્તુતિઓ  આયોજન, રજૂઆતો ખરેખર અકલ્પનીય છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના અને કાર્યમાં પ્રથમથી જ પર્યાવરણ પરત્વે ઝીણામાં ઝીણી બાબતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

લાખોની સંખ્યામાં જ્યાં માનવ સમુદાય એકત્ર થતો હોય ત્યાં કચરો થાય, વપરાયેલુ પાણી હોય અને કાર્બન ડાયોક્સાઇડ પણ ભારી માત્રામાં ઉત્પન્ન થવા પામે. પરંતુ, આ નગરમાં હવાને શુદ્ધ રાખવા માટે પગલાં લેવાયા છે, એટલું જ નહીં, વપરાશમાં આવતા પાણીને યોગ્ય રીતે નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. નગરમાં વપરાઈને ફેંકાતી દરેક વસ્તુનો ફરીથી ઉપયોગ થાય, ઉપયોગમાં ન લઈ શકાય એવી વસ્તુઓનો યોગ્ય નિકાલ થાય એ માટેના તમામ પગલાઓ લેવાયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.