જાહેર સભામાં કેન્યાના લેન્ડ એન્ડ સેટલમેન્ટ મંત્રીએ દારૂના વ્યસન-ત્યાગની લીધી હતી પ્રતિજ્ઞા
૧૯૭૭માં, પ્રમુખસ્વામી મહારાજે દાર-એ-સલામ અને મ્વાન્ઝામાં (ટાન્ઝાનિયા) બે મંદિરોની સ્થાપના કરી હતી-
કેન્યાની ૬૭ શાળાઓના ૧૦,૩૭૧ વિદ્યાર્થીઓએ જીવનમાં પ્રગતિ માટે પ્રેરણા મેળવી
૧૯૯૧માં જોહાનિસબર્ગ (સાઉથ આફ્રિકા) અને કેન્યામાં એલ્ડોરેટમાં નવા મંદિરોની સ્થાપના કરવામાં આવી.-એપ્રિલ, ૨૦૨૨માં સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં વિશાળ BAPS હિન્દુ મંદિરની શિલાન્યાસવિધિ સંપન્ન થઈ
ઓકટોબર, ૨૦૨૨માં સાઉથ આફ્રિકામાં લેનેસિયામાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી
૧૯૮૫ માં કેન્યાના ‘લેન્ડ એન્ડ સેટલમેન્ટ મંત્રી’ શ્રી જોસેફ મટુરિયા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયા હતા વ્યસન્મુક્ત, જાહેર સભામાં હજારોની મેદની સમક્ષ દારૂના વ્યસન-ત્યાગની લીધી હતી પ્રતિજ્ઞા
સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આફ્રિકા ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણ સ્વામી તેમજ પૂ. પ્રિયવ્રત સ્વામી, પૂ. અમૃતસ્વરૂપ સ્વામી, પૂ. પરમકીર્તિ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વિશાળ મંદિરોના સંકલ્પને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યો હતો. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સભામાં આમંત્રિત મહાનુભાવો :
પૂજ્ય મધુ પંડિત દાસજી, પ્રમુખ – ઈસ્કોન બેંગ્લોર, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન
પૂજ્ય બોધિનાથ વેયલનસ્વામી, ગુરુ મહાસન્નિધનમ – કૌઆ અધીનમ
પૂજ્ય શ્રી સ્વામી યોગસ્વરૂપાનંદજી મહારાજ, પ્રમુખ – ડિવાઈન લાઈફ સોસાયટી
માન. જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલો – યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ
શ્રી જી. કિશન રેડ્ડી, પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી – ભારત સરકાર
શ્રી તેજેન્દ્ર ખન્ના, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ
શ્રી રાહુલ નારવેકર, અધ્યક્ષ – મહારાષ્ટ્ર વિધાનસભા
શ્રી બાબુલાલ મરાંડી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
શ્રી સુધીર મુનગંટીવાર, વન-સાંસ્કૃતિક બાબતોના મંત્રી – મહારાષ્ટ્ર સરકાર
શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા અને પ્રોકેમિકલ્સ મંત્રી
શ્રી જયંત શામજી છેડા, સ્થાપક, અધ્યક્ષ અને એમડી – પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિ.
શ્રી રોહિતભાઈ જયરામભાઈ પટેલ, ચેરમેન – રોહિત પલ્પ પેપર એન્ડ મિલ્સ લિમિટેડ
ડૉ. ભુપિન્દર (સોનુ) શર્મા, લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર અને બિઝનેસ આંત્રપ્રિન્યોર
શ્રી અસિત મોદી, નીલા ફિલ્મ પ્રોડક્શનના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું,
“આજે આફ્રિકા દિન નિમિત્તે આફ્રિકન મંડળોએ સુંદર રજૂઆત કરી છે. આફ્રિકન સત્સંગના પાયામાં શાસ્ત્રીજી મહારાજ છે. નિર્ગુણદાસ સ્વામીએ પત્રો લખીને આ સત્સંગની ઇમારતો ઊભી કરી છે. ત્યારબાદ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે કષ્ટો વેઠીને સત્સંગનો વિકાસ કર્યો છે. આફ્રિકાના હરિભક્તો નિષ્ઠા અને નિયમમાં દ્રઢ રહી સ્વામી બાપાને રાજી કરી રહ્યા છે. દરેકને તન–મન –ધન થી સેવા કરવાનું તાન છે. સૌની ભક્તિ વિશેષ વધે, સૌના દેશકાળ સારા રહે અને સૌ તને-મને-ધને સુખિયા થાય તેવી પ્રાર્થના. આ લોક અને પરલોક બંનેમાં સુખિયા થાય તેવી ભગવાનને પ્રાર્થના.”
ભારત સરકારના પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું,
“હું સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજના ચરણકમળોમાં નમન કરું છું અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ યાચું છું. વિવેકાનંદજીનું સૂત્ર ‘ નરસેવા એ નારાયણ સેવા” પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સાક્ષાત્ જોવા મળે છે.
પ્રમુખસ્વામી મહારાજ આદર્શો અને આધ્યાત્મિકતાના સાગર હતા અને બીજાના ભલામાં આપણું ભલું તે તેમનો જીવનમંત્ર હતો. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય કોઈની આંખોમાં આંસુ નહોતા જોઈ શકતા તેવા કરુણામૂર્તિ હતા. બી. એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે
અને આ સંસ્થાના સ્વયંસેવકો દુનિયાભરમાં કોઈ પણ આપત્તિઓમાં સૌપ્રથમ પહેલ કરીને સમાજસેવાનું કાર્ય આરંભી દે છે. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના આયોજન અદ્ભુત છે. જેમાં પરંપરાનું દર્શન , આધ્યાત્મિકતાનું દર્શન , સંસ્કૃતિ નું દર્શન, સેવા સમર્પણનું દર્શન અને સ્વચ્છતાનું દર્શન થાય છે. “