પ્રમુખસ્વામીએ UN પરિષદમાં આપેલો સર્વધર્મ સંવાદિતાનો સંદેશ ખૂબ જ અદ્ભુત: કેન્દ્રીય રાજ્યમંત્રી
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું,
“મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી શક્યો, આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા આદર્શો અને મૂલ્યો દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મને લાગુ પડે તેવા છે અને તેમણે યુએન પરિષદમાં આપેલો સર્વધર્મ સંવાદિતાનો સંદેશ ખૂબ જ અદ્ભુત હતો.
BAPS ચેરિટી દ્વારા સમાજ કલ્યાણના અનેકવિધ કાર્યો સમાજના ઉત્થાન માટે કરવામાં આવે છે. આ સંસ્થા ‘વસુધૈવ કુટુમ્બકમ ‘ ની ભાવના સાથે સમાજ સેવાનું કાર્ય કરી રહી છે. મારા મતે અબુધાબી અને બાહરીનમાં બનનાર હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ ખૂબ જ મોટો ચમત્કાર છે.”
ભારતમાં કોરિયાના રાજદૂત માનનીય ચાંગ જે-બોકે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક ગુરુ હતા જેમણે પોતાના જીવન અને કાર્યો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે.”
ભારતમાં નેપાળના રાજદૂત માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્માએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ કુશળ નેતા હતા, જેમણે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરવા માટે સ્વયંસેવકોની સેનાનું નિર્માણ કર્યું. ૨૦૧૫માં પ્રમુખસ્વામી મહારાજે નેપાળ દેશમાં અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું તેમજ કોરોના સમયે પણ BAPS દ્વારા ઓક્સીજનની મદદ પણ કરી હતી. ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથને પાવન કરીને નેપાળ અને ભારત વચ્ચે દિવ્ય આધ્યાત્મિક સંબંધનું નિર્માણ કર્યું હતું.”
સભામાં આમંત્રિત મહાનુભાવો :
પૂજ્ય આચાર્ય ચંદ્રજિત સૂરીજી મહારાજ, જૈન ધર્મગુરુ
પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ, જૈન ધર્મગુરુ
શ્રી સ્વામી મુકુંદાનંદ, સ્થાપક – જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)
શ્રી રાજકુમાર રંજન સિંહ – કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર
માનનીય ડેવિડ પાઈન, ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર
માનનીય નાઓર ગિલોન, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
માન. બેરી ઓ’ફેરેલ AO, ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર અને ભૂટાનમાં રાજદૂત
માનનીય ચાંગ જે-બોક, ભારતમાં કોરિયાના રાજદૂત
માનનીય જેસન વુડ MP – ઓસ્ટ્રેલિયા સરકાર
માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્મા, ભારતમાં નેપાળના રાજદૂત
માનનીય ક્રેગ ઓંડાર્ચી – ભૂતપૂર્વ શેડો મંત્રી – વિક્ટોરિયા રાજ્ય સરકાર, ઓસ્ટ્રેલિયા
માનનીય શ્રી અસોકા મિલિન્દા મોરાગોડા – ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર
માનનીય અર્દક કાકિમઝાનોવ – ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત
માનનીય શ્રી ગેનબોલ્ડ ડંબજાવ્ – ભારતમાં મંગોલિયાના રાજદૂત
ડો. અર્જુનસિંહ રાણા – વાઇસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર
પ્રો. ડો. બિમલ પટેલ – વાઇસ ચાન્સેલર – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી