પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષમાં જો યુવતીઓ તાલીમ લેવાનું ચૂકશે, તો તેઓ મોટા લાભથી વંચિત રહી જશે.”
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૩, રવિવારના રોજ નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયેલ કાર્યક્રમ
ઇન્કમ ટેક્સ બાર એસોસિયશનમાંથી એડવોકેટ ગૌરી ચંદનાનીએ બી. એ પી એસ યુવતી તાલીમ કેન્દ્ર (ત્રણ મહિનાના મહિલા સર્વાંગી વિકાસની તાલીમ) વિષે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યો વિષે વાત કરતાં જણાવ્યું, “ જો યુવતીઓ આવી તાલીમમાં ભાગ લેવાનું ચૂકશે, તો તેઓ મોટા લાભથી વંચિત રહી જશે.”
આગળ જણાવ્યું, “મારી સઘળી સિદ્ધિનું શ્રેય ભગવાન સ્વામિનારાયણની કૃપાને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા સમાજના દરેક સ્તરના લોકો પર એકસમાન વરસી હતી. “
BAPS મહિલા પ્રવૃતિના સ્વયંસેવિકા ધારાબેન વૈદ્યે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી ધીરજના ગુણ વિષે વાત કરતાં જણાવ્યું, “અક્ષરધામ હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ તેમના ધૈર્યનું શિખર છે.”
જામનગરના ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયનાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ નગરના અવિસ્મરણીય અનુભવ વિષે જણાવ્યું કે ‘નારી ઉત્કર્ષ મંડપની વ્યવસ્થા માનવામાં ન આવે તેવી અદભૂત છે. નવા વર્ષે પ્રથમ દિવસે જ આ નગરની મુલાકાતે આ સમગ્ર વર્ષના આધ્યાત્મિક જીવનને ઓપ આપી દીધો છે.’