બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે: સ્મૃતિ ઈરાની
![Smt. Smriti Irani, Minister for Women and Child Development, Minority Affairs - Government of India addressing in Evening Assembly](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/12-Smriti-1024x903.jpg)
પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુઃખો દૂર કર્યા છે.
ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા, શ્રીમતી. અમૃતા ફડણવીસે જણાવ્યું,
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/10-Amruta-scaled.jpg)
“આજે હું ખૂબ જ ખુશ છું કે મહારાષ્ટ્રથી હું આ ઉત્સવ નગરીમાં આવી છું અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે અને આપણા બાળકો તેમણે દર્શાવેલાં મૂલ્યો અને આદર્શો પર ચાલી રહ્યા છે તે આપણા માટે ગર્વની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે ૭,૫૦,૦૦૦ થી વધારે પત્રોના જવાબ આપીને તેમને શાંતિ અને મોક્ષ માટે માર્ગદર્શન આપ્યું છે.”
યુગાન્ડાના રોકાણ અને ખાનગીકરણ- નાણા રાજ્ય મંત્રી માન. એવલિન અનાઈટે જણાવ્યું,
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/11-Elvyn-scaled.jpg)
“પ્રમુખસ્વામી મહારાજે “બીજાના ભલામાં આપણું ભલું” સૂત્ર આપીને સમગ્ર માનવજાતમાં પરોપકારની ભાવના જગાવી છે. મને સૌ ભારતીયોની ‘ નમસ્તે ‘ કહેવાની રીત બહુ ગમી છે કારણકે તેમાં સાચા અર્થમાં આદરભાવ જોવા મળે છે.”
ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું,
“હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે.
સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી રત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ?
તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે .”
કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ માન. જસ્ટિસ ફિલોમેના મ્વિલુએ જણાવ્યું,
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/13-Philomena.jpg)
“આજે મહિલા સશક્તિકરણ દિવસ ઉજવાઈ રહ્યો છે તે ખૂબ જ ગર્વની વાત છે. ૮૦,૦૦૦ સ્વયંસેવકોનું સેવા અને સમર્પણ ખૂબ જ અદ્ભુત છે અને કોઈને પણ મનાતું નથી કે આ સમગ્ર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ હંગામી ધોરણે કરવામાં આવ્યું છે
કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે સફળતા માટે પ્રાર્થના અને પુરુષાર્થનું સૂત્ર આપ્યું છે તે મારા માટે મોટી શીખ છે. સક્ષમ નારી વગર ઘરનું નિર્માણ નથી થઈ શકતું કારણકે દરેક સફળ પુરુષ પાછળ એક નારીનો સાથ હોય છે. ‘ બીજાના ભલામાં આપણું ભલું ‘ એ ભાવના સાથે આપણે જીવીશું તો વિશ્વભરમાં શાંતિ સ્થપાશે.”