આજથી 10,000 વર્ષ પહેલા પણ ભણવાની પ્રથા હતી, તે BAPS રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવશે
શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં સ્થાપના
ભારતીય સંસ્કૃતિ, આર્કિટેક્ચર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કરવા માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજની પ્રેરણાથી વર્ષ 1991 માં ધ અક્ષરધામ સેન્ટર ફોર એપ્લાઈડ રિસર્ચ ઇન સોશિયલ હારમોની (AARSH) ની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ વર્ષ 2005 માં શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીની સ્થાપના કરવામાં આવી.
આજ શૃંખલમાં પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામીમહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના કરવામાં આવી . આનો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે ,સનાતન ધર્મની પુષ્ટિ માટે ,સનાતન ધર્મના પ્રવર્તન માટે કરવામાં આવ્યો છે.
આપણા ભારત દેશની ઓળખાણ એ આપણને હોવી જોઈએ ,ભારત દેશ એ શિક્ષાનો દેશ છે એટલે આપણી શિક્ષણપ્રથા કેવી હોવી જોઈએ, ભારત દેશમાં આજથી 10,000 વર્ષ પહેલા પણ ભણવાની અને ભણાવવાની પ્રથા હતી એ આ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવશે. આ શોધ કેન્દ્ર દ્વારા વૈશ્વિક સંવાદિતાની દિશામાં આગળ વધાશે.
तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है ॐ शान्तिः शान्तिः शान्तिः આ દિશાથી આ ઇન્સ્ટિટ્યૂટમાં કામ થશે . आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः।।
સમગ્ર વિશ્વમાંથી સર્વે દિશાઓમાંથી સારા વિચારો પર મનન ચિંતન થશે. આના માધ્યમથી નિરામય આધ્યાત્મિક આરોગ્ય ,માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય એનું મનન અને ચિંતન થશે .પૂજ્ય યોગીજી મહારાજ કહેતા “ ભગવાન સૌનું ભલું કરો “ આ દિશામાં આગળ વધાશે . ”વસુધૈવ કુટુંબકમ“ એ સનાતન ધર્મ નો મૂળ મંત્ર છે ,જે મહાઉપનિષદ સહિત અનેક ગ્રંથો માં લિપિબદ્ધ થયેલો છે, એનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર છે
આ સૂત્ર ભારતીય સંસદગૃહના પ્રવેશમાં પણ લખેલ છે. એજ ભાવના સાથે ભારતીય ભાઈ -બહેનોને અન્ય ધર્મ સાથે સંવાદિતા કેવી રીતે કરી વૈશ્વિક સમરસતા,વૈશ્વિક સંવાદિતા કેવી રીતે સિદ્ધ કરી શકીએ અને મૈત્રી પૂર્ણ વ્યવહાર લોકો સાથે કરી શકીએ,
પરસ્પર વાર્તાલાભ થાય અને બધા ભારતીયો ભેગા મળીને પ્રગતિ કરશે. અહીં સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી, કન્નડ, પંજાબી વગેરે ભાષાઓ પણ ભણાવવામાં આવશે અને બધા સાથે મળીને મૂળ ભાષાઓનો, જે તત્વજ્ઞાનનો ઉદભવ ભારતમાં થયો છે એનો પણ અભ્યાસ કરશે, સાથે સાથે ષટ્દર્શન અને વિશ્વના અનેક ધર્મોનો પણ અભ્યાસ આ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થશે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અમેરિકા રૉબિન્સવિલના સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વખતે આશીર્વાદ આપેલા કે ,યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના મનમાં હતું બધા વિદ્વાન તૈયાર થાય એ પ્રમાણે એમના સંકલ્પથી બધા તૈયાર થઈ રહ્યા છે .નાના નાના બાળકો પણ સંસ્કૃતમાં બોલે એ એમના મનમાં હતું એ મોટું કાર્ય આ ઇન્સ્ટિટયૂટ દ્વારા થશે.
વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કેનેડા દેશના ટોરોન્ટો, યુ.કે અને યુરોપમાં નીસડન મંદીરમાં, અમેરિકાના રૉબિન્સવિલ ખાતે, આફ્રિકાના દાર-એ-સલામ ખાતે, અને ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન, કેનબેરા, એડિલેડ, પર્થ વગેરે સ્થળો એ કરવામાં આવી છે. .