BAPSના સત્સંગ કેન્દ્રો અને મંદિરોથી અનેક લોકો વ્યસનમુક્ત થયા છે

ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવી શક્યો છું.આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્યતા , દિવ્યતા અને આત્મીયતા ના દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના લીધે સનાતન ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવિત છે.
પ્રમુખસ્વામી મહારાજ ની આધ્યાત્મિકતાનો પ્રભાવ દરિયાપાર થઈને છેક અબુધાબી સુધી પહોંચી ગયો છે મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.પ્રબંધનના પાઠ શીખવા હોય તો આ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવું જોઈએ
કારણકે આ નગરમાં ભણેલા ગણેલા યુવાનો પણ નાનામાં નાની સેવા કરી રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજની આંખોમાં લાગણી અને કરુણાનો સાગર વહી રહ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલા સત્સંગ કેન્દ્રો અને મંદિરો થી અનેક લોકો વ્યસનમુક્ત થયા છે. “
જળ શક્તિ મંત્રાલય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે જણાવ્યું, “૧ મહિના માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રવેશદ્વારથી અંદર આવ્યા પછી આ નગર વધારે અદ્ભુત અને અકલ્પનીય છે તેવી અનુભૂતિ થાય છે.

ભારતીય સંસ્કૃતિ નિત્ય નૂતન અને સનાતન બનતી છે તેનું મૂળ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સમજાય છે.પ્રમુખસ્વામી મહારાજે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાનું કાર્ય કર્યું છે.
મહંત સ્વામી મહારાજના દર્શન કરીને તેઓની નિર્મળતા , નિસ્પૃહતા , અને દિવ્યતાને નમન કરું છું. જ્યાં પૂજાનો અધિકાર નહોતો અને મૂર્તિપૂજામાં પણ શ્રદ્ધા નથી તેવા દેશમાં પણ આજે હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તે ભારતીય સંસ્કૃતિની શક્તિનું દર્શન કરાવે છે.”
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું,
“ગુજરાત ની ભૂમિને નમન કરું છું અને તેનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવું જોઈએ કારણકે આ ભૂમિમાંથી “પ્રમુખસેવક” પણ છે અને “પ્રધાનસેવક” બંને મળ્યા છે. સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજની અને તેમણે બનાવેલા મંદિરોની દિવ્યતાને નમન કરું છું. પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને “અધરમ મધુરમ” શ્લોક ની યાદ આવે છે.
દ્વિતીય નમન હું પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાથી ઉત્પન્ન થયેલી સેવા સમર્પણની ભાવનાને કરું છું અને અહીંના સ્વયંસેવકોની સેવાને પ્રણામ કરું છું કારણકે તેઓ પ્રમુખસ્વામીના રાજીપા માટે જ સેવા કરી રહ્યા છે.
મારું તૃતીય નમન પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પ્રત્યેના પ્રેમને કરું છું અને તેઓજ પ્રેમ આજે હું મહંત સ્વામી મહારાજમાં જોઈ રહ્યો છું કારણકે તેઓએ “ન ભૂતો ન ભવિષ્યતિ” તેવા શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજે આદર્શ યુવા સમાજનું નિર્માણ કર્યું છે જેઓ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં અનોખું યોગદાન આપશે.”