શાહીબાગ ફૂટ ઓવરબ્રિજને ‘પ્રમુખ સ્વામી સેતુ’ નામ આપવામાં આવ્યું
સેન્ટ્રલ વર્જ થીમ આધારિત ડેવલપ થશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા નવી પાર્કિગ પોલીસી તૈયાર કરવામાં આવશે. જેના માટે પ્રાથમિક તબક્કે ત્રણ ઝોનમાં સર્વે થશે. આ ઉપરાંત આધાર કાર્ડના કર્મચારીઓને ખાસ ટ્રેનીંગ આપવામાં આવશે. Shahibaug Foot Overbridge was named ‘Pramukh Swami Setu’
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ માટે પા‹કગની જરૂરિયાત માટે પા‹કગ પોલીસી બનાવવામાં આવશે. જેના માટે ૩ ઝોનનો સર્વે કરવા માટે કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવશે. BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે જેને પ્રમુખ સ્વામિ સેતુ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ રૂ.ર કરોડના ખર્ચથી બનાવવામાં આવ્યો છે તેનું શનિવારે લોકાર્પણ કરવામાં આવશે.
શહેરના બહેરામપુરા, ખોડિયારનગર અને દાણીલીમડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે આ વિસ્તારમાં જનમાર્ગ કોરીડોરમાં ૧૮૦૦ એમએલડી લાઈનનું રિહેબ કામ ચાલી રહયું છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે તેથી જવાબદાર અધિકારીઓને ર૦ દિવસમાં કામ પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.
શહેરના વિવિધ સેન્ટરો પર આધારકાર્ડ માટે કામ કરતા ઓપરેટરો અને સુપરવાઈઝરોને ખાસ તાલીમ આપવામાં આવશે જેથી નાગરિકોને વારંવાર ધક્કાખાવાની જરૂરિયાત રહે નહી. શહેરમાં જે ૧૮ કે ર૪ મીટરના રોડ છે તેમાં લેફટ ટર્ન ખોલવામાં આવશે. મોટાભાગની સેન્ટ્રલ વર્ઝ પર માત્ર એક કે બે પ્રકારના જ ઝાડ લગાવવામાં આવેલા છે.
પીપીપી ધોરણે ડેવલોપ કરવા માટે આપેલ આવી સેન્ટ્રલ વર્ઝને થ્રીમ આધારિત ડેવલપ કરવામાં આવશે. નાગરિકો તેમની ફરિયાદો ૧પપ૩૦૩ પર કરે છે જેમાં ઘણી વખત ફરિયાદનો નિકાલ થયા વગર જ તેને બંધ કરવામાં આવે છે આ સમસ્યાના નિવારણ માટે ર૦ ટકા ફરિયાદોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. સાબરમતી નદી પરના તમામ બ્રિજ પર પૂજાના કળશ મુકવામાં આવ્યા છે
આ કળશ નિયમિત રીતે ખાલી થાય અને ફુલને પ્રોસેસ કરી તેમાંથી અલગ અલગ બનાવટો તૈયાર થાય તે દિશામાં કામ કરવામાં આવી રહયું છે. એલઆઈજી, એમઆઈજી મકાનોના દસ્તાવેજમાં વિલંબ થતો હોવાથી ડ્રો થઈ ગયા બાદ પણ લાભાર્થીઓ રહેવા જઈ શકતા નથી તેથી આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સુચના આપવામાં આવી છે.
થલતેજ વિસ્તારમાં ૧૦૮૪૬ ચો.મી. પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે જેના માટે ૭૦ હજાર ભાડુ નકકી કરવામાં આવ્યું છે. નારોલમાં આવેલ એનઆઈડીસીમાં ઘણા સમયથી નવા રોડ માટે માંગણી થઈ રહી છે. ચોમાસા બાદ અહીં મોટરેબલ રોડ તૈયાર કરવામાં આવશે.