ઈટાડી ગામે BAPS સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
(પ્રતિનિધી)મોડાસા, મોડાસા તાલુકાના ઇટાડી ગામે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુકવારે મહિલા સંમેલન, શોભાયાત્રા અને સત્સંગ સભા યોજાઈ હતી. જયારે શનિવારે વિશ્વશાંતિ મહોયાગ, પ્રતિષ્ઠા વિધિ અને પ્રતિષ્ઠા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જાેડાયા હતા.
આ પ્રસંગે સાધુ મંગલપુરુષદાસ (કોઠારી સ્વામી, હિંમતનગર) સાધુ ર્નિમલચરણદાસ, સાથે ત્યાગમૂનિદાસ તરા ઇટાડી સત્સંગ મંડળના રમેશભાઈ એમ પટેલ અને ઘીક્ભાઈ એમ પટેલ સહિત ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન સ્વામિનારાયણની અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા વર્ષાથી ઈટાડી ગામને આંગણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ બ્રહ્મસ્વરુપ પ.પૂ મહતસ્વામી મહારાજના પુનિત કરકમળો દ્વારા પ્રતિષ્ઠીત થયેલ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ વરિષ્ઠ સંતોના પ્રાભ હસ્તેથી ાઈ હતી જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભિકતો ઝૂંડાયા હતા. અને આ બેદિવસીય શ્રી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પૂરો થયો હતો.