સોશ્યલ મિડિયા તરફનો વધુ ઝોક ખતરનાક- જ્ઞાનવત્સલ સ્વામી
સ્વામિનારાયણ મંદિર ખાતે ઓનલાઇન નવરાત્રિ- ભકિતપર્વ અંતર્ગત સત્સંગનું આયોજન BAPS Swaminarayan temple, Navsari organised online satsang
નવસારી, આજે નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્ઠા, ચારિત્રની સાૈથી વધુ જરૂરિયાત છે. ચારિત્રવાન બધુ મેળવી શકે છે. જ્યારે ચારિત્ર વિનાના ભ્રષ્ટ લોકો બધુ ગુમાવે છે. અદ્યતન ટેકનોલોજીનો સમજપૂવકનો – વિવેકપૂવકનો ઉપયોગ આશીવાદરૂપ છે. જ્યારે તેનો બેફામ ઉપયોગ મયાદા બહારનો ઉપયોગ અભિષાપ છે.
સોશ્યલ મિડિયા તરફનો વધુ ઝોક અધોગતિને પંથે લઇ જશે. ચારિત્ર સફળતાનો રાજમાગ છે. ઉપરોકત શબ્દો બીએપીએસના આંતરરાષ્ટ્રિય વિદ્વાન વકતા જ્ઞાનવત્સલ સ્વામીએ (Gyan Vatsal Swami, Navsari, Gujarat) ભકિતપવ નવરાત્રિપવ નિમિત્તે ઓનલાઇન હરિભકતોને સંબોધતા ઉચ્ચાયા હતા.
જ્ઞાનવત્સલ સ્વામીએ કથામૃતની ભાગીરથી વહેવડાવતાં જણાવ્યું હતું કે હોશિયારી, આવડત, અનુભવ, નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્ઠા ચારિત્ર હશે તો ચોકકસ આગળ વધી શકાશે. ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે. પરંતુ જાે ચારિત્ર ન હશે અને ગમે તેટલા હોશિયાર હશો, બુધ્ધિશાળી હશો, આવડતવાળા હશો, ગમે તેટલા અનુભવી હશો તક હશે છતાં હેઠા પડી જશો.
કદાચ જેલમાં જવાનો પણ વારો આવી શકે, જ્ઞાન વત્સલ સ્વામીએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા કોપોરેટ જગતના માંધાતા એવા રજત જીવન પ્રસંગ વણવી ૫ સેકન્ડના ફોન દ્વારા આથિક લાભ મેળવવા પોતાના ભાગીદાર રાજારત્નમને વોરેન બફેટ ગોલ્ડમેનમાં મોટું રોકાણ કરવાના છે તેથી ગોલ્ડમેનના શેરો ખરીદી લઇ ભાવ વધે એટલે વેચી દેવા કહેલું છેવટે રાજા રત્નમે ગોલ્ડમેનના શેરો મોટે પાયે ખરીદ્યા અને સાંજે ભાવો વધતાં વેચી દઇ મોટી કમાણી કરી લીધેલી.
આ ગુનો પકડાતાં અદાલતે રાજારત્નમને ૧૨ વષની જેલ થઇ અને રજત રત્નમને બે વષની સજા થઇ હતી. આમ રજત આંતરરાષ્ટ્રિય કોપોરેટ જગતમાં ૪૦ વષની કારકિદી ગટરમાં જતી રહી. વિશ્વ બેન્કમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતા ડોમિનેસટ્રોસનો પ્રસંગ વણવી તેમની લંડનની હોટલમાં રૂમ વ્યવસ્થિત કરનાર સ્ત્રીની છેડતી કરવા જતાં બધું ગુમાવવું પડેલું.
આ વ્યકિતને ફ્રાન્સના લોકો ફ્રાન્સના પ્રમુખ બનાવવા ના હતા. ત્યાં જ આ બાબત પ્રકાશમાં આવતા ફ્રાન્સની પ્રજાએ એમને પ્રમુખ બનાવવાનું માંડી વાળેલું. ડોમિને સટ્રોસે સંયમ ન રાખતાં મોટું પદ ગુમાવવું પડેલ પોસ્ટ, પોઝીશન, પ્રોફાઇલ ગુમાવ્યા પછી આજે તેઓ અમેરિકામાં સામાન્ય નોકરી કરી જીવન ગુજારી રહ્યા છે. આમ કોઇએ પણ લોભ – લાલચમાં, પદ કીતીમા મોહમાં અનિતીનો માગ અપનાવવો નહિ.
જ્ઞાનવત્સલ સ્વામીએ આજની યુવા પેઢી ઇન્ટરનેટ, સ્માટફોન, લેપટોપ, ક્મ્પયુટર સોશ્યલ મિડિયાનો બેફામ ઉપયોગ કરી રહી છે તે લાલબત્તી ધરતાં યુવાનોને સંયમિત રીતે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા હાંકલ કરી હતી. સોશ્યલ મિડિયાનો વધુ ઉપયોગ માનસિક રોગોને નિમંત્રણ આપે છે ભયંકર માનસિક નુકશાન થાય છે તે મનોચિકિત્સકોનાં સંશોધનને માનસિક નુકશાન થાય છે તે મનોચિકિત્સકોના સંશોધનને આધારે વિસ્તૃત વિશ્લેષણ કરતાં જ્ઞાન વત્સલ સ્વામીએ ચારિત્રસંયમેની દૃઢતા રાખવા અનુરોધ કયો હતો.