બાપુનગરમાં ડીસીપી ઝોન-પનો દરોડોઃ દસ જુગારીની અટક
અમદાવાદ: સ્થાનિક પોલીસ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવાના નિષ્ફળ સાબિત થઈ રહી છે જે વારવાર શહેરનાં વિવિધ ભાગોમાં પાડવામાં આવતાં દરોડા પરથી સાબિત થઈ રહ્યુ છે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કર્યા બાદ થોડા દિવસમાં જ ફરીથી તમામ પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે અને અસામાજીક તત્વો સક્રીય થઈ જાય છે આ સ્થિતિમાં ઝોન પ અતિથી હોટલ પાછળ એક એસ્ટેટમાં દરોડો પાડીને કુલ ૧૨ જુગારીઓની અટક કરી ૫૬૦૦૦થી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
ડીસીપી ઝોન પની ટીમ પેટ્રોલિગમા હતી ત્યારે અતિથી હોટેલની પાછળ આવેલ અનુપમ એસ્ટેટનાં એક ગોડાઉનમાં મોટે પાયે જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના પગલે ઝોન પ સ્કવોડની ટીમે રેઈડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી જા કે પોલીસે દસ આરોપીને ઝડપી લીધા હતા અને ત્યાંથી ૧૫ હજારથી વધુની રોકડ નવ મોબાઈલ ફોન સહીત ૫૬ હજારની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા તમામ ઈસમોમા મોટા ભાગના બાપુનગરનાં છે જ્યારે એક રખિયાલ તથા એક રામોલનો રહેવાસી છે પોલીસે જુગારધામમાં મુખ્ય સંચાલકની તપાસ હાથ ધરી છે.