2012માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી બાપુનગર સીટ પર કોઈ એક પક્ષનો દબદબો રહ્યો નથી
બાપુનગર બેઠક પર હિન્દી ભાષી મતદારોનું પ્રભુત્વ રહે છે બાપુનગર વિધાનસભામાં અંદાજે ૪૩,૦૦૦ હિન્દી ભાષી મતદાર છે.
દિનેશ કુશવાહ ૨૦૧૫માં કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હતા.
(પ્રતિનિધી) અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભા માટે ૨૦૧૨ માં થયેલા નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી બાપુનગર વિધાનસભા પર કોઈ એક પક્ષનો દબદબો રહ્યો નથી. અમદાવાદ પૂર્વની આ બેઠક પર ૨૦૧૨ અને ૨૦૧૭ માં થયેલ ચૂંટણી ના પરિણામો રહ્યા હતા
તેમજ મતદારોએ શૂટિંગ કોર્પોરેટિંગ ધારાસભ્યને જાકારો આપ્યો હતો ૨૦૧૨ માં ભારતીય જનતા પાર્ટી જ્યારે ૨૦૧૭માં કોંગ્રેસ પક્ષનો વિજય થયો હતો હવે ૨૦૨૨માં બાપુનગર બેઠક પર ચતુષ્કોણ એ જંગ જંગ થઈ રહ્યો છે જેના કારણે રાજ કે નિષ્ણાતો ની નજર આ બેઠક પર રહેશે.
બાપુનગર વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી એ સીટીંગ કોર્પોરેટર દિનેશ કુશવાહને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ પક્ષે આ બેઠક પર સીટિંગ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને રીપીટ કર્યા છે બાપુનગર બેઠક પર હિન્દી ભાષી મતદારોનું પ્રભુત્વ રહે છે બાપુનગર વિધાનસભામાં અંદાજે ૪૩,૦૦૦ હિન્દી ભાષી મતદાર છે.
જેમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને બિહારના મતદાર છે.જ્યારે ૯૦૦૦ જેટલા દક્ષિણ ભારતીય સમાજના મતદાર છે આ બેઠક પર દલિત સમાજના ૩૫૦૦૦, મુસ્લિમ સમાજના ૪૪૦૦૦ અને પટણી સમાજના ૨૬,૦૦૦ જેટલા મતદારો છે પરંતુ હારજીત નો આધાર હિન્દીસમાજના મતદારો પર રહે છે
જેના કારણે બંને પક્ષોએ તે મુજબ જ પસંદગી કરી છે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેરના મેયર પદે પણ રહી ચૂક્યા છે તેમજ અમદાવાદ પૂર્વ ની બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે જ્યારે દિનેશ કુશવાહ ૨૦૧૫માં કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હતા.
પરંતુ ૨૦૨૧ માં તેઓ સારા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. ભાજપ તરફથી પ્રકાશ ગુર્જર અને દિનેશભાઇ શર્મા પણ દાવેદાર હતા. ૨૦૨૧ માં થયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીમાં બાપુનગર વિધાનસભા મા આવતા તમામ વોર્ડ ની બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી.
બાપુનગર વિધાનસભા બેઠક પર ૨૦૧૨માં થયેલ પ્રથમ ચૂંટણીમાં ભાજપના જગરૂપસિંહ રાજપુત નો વિજય થયો હતો. જાગૃપસિંહને ૫૧,૮૫(૪૫.૨૫%) મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ શિયાણીને ૪૮,૪૫૫(૪૨.૯૪%) મત મળ્યા હતા
આમ, ભાજપના ઉમેદવારનો ૨૬૦૩ મતથી વિજય થયો હતો ૨૦૧૭માં સીટીંગ ધારાસભ્ય જગરૂપસિંહ સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવારનો ૩૦૬૭ મતથી વિજય થયો હતો હિંમતસિંહ પટેલને ૫૮,૭૮૫(૪૭.૮૮%) જ્યારે જગરુપસિંહને ૫૫૭૧૮(૪૫.૩૮%) મત મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે ૨૦૧૭ માં નોટામાં ૧૮૨૨ મત પડ્યા હતા
આમ જાેવા જઈએ તો બાપુનગરના મતદારોએ બંને ચૂંટણીમાં તેમનો મિજાજ બદલ્યો છે જેના કારણે ૨૦૨૨ નો જંગ રસપ્રદ રહેશે. આગામી ચૂંટણીમાં મીમ અને આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તેથી કોના વોટ કપાશે તેમજ કોને ફાયદો થશે તેમજ બાપુનગરના મતદારો ફરીથી તેમનો મિજાજ બદલે છે કે કેમ? તે બાબત ચર્ચા નો વિષય બની છે.