નવી બોરોલથી નારાજીના મુવાડા રોડ પર ભુવો પડતાં વાહન વ્યવહાર બંધ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં વર્ષ ૨૦૨૧ ના વર્ષમાં નિર્માણ પામેલ નવી બોરોલથી નારાજીના મુવાડા રોડ પર નારાજીના મુવાડા તળાવ જાેડે ગરનાળામાં પહેલા વરસાદે જ ભ્રષ્ટાચાર ની પોલ ખોલી હોય તેમ ગરનાળું ધોવાયુ.
જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગરનાળાના કામ પૂર્ણ કર્યે ૨ વર્ષ પણ પૂરા થયાં નથી ત્યાં ગરનાળામાં ભૂવો પડતાં બાંધકામ દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગરનાળું તૂટતાં રોડ પર અવરજવર બંધ થઈ જવા પામી છે
જ્યારે દૂધ મંડળીમાં દુધ ભરાવવા જતા બાઇક ચાલકો જીવન જાેખમે ગરનાળા પરથી પસાર થઈ રહ્યા છે . ત્યારે સ્થાનિક લોકોની મીડિયાના માધ્યમથી સરકાર પાસે માંગણી છે કે ભ્રષ્ટાચાર કરનાર સામે યોગ્ય તપાસ કરવામાં આવે તથા ફરીથી ઉત્તમ ગુણવત્તા સભરકામ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે.
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું અખબારી અહેવાલને પગલે તંત્ર જાગશે કે જૈસે થે!!! ??