સીરિયાના તાનાશાહ બશર અલ-અસદને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યોઃ રશિયન મીડિયા
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ કાશ્મીર મુદ્દે ભારતના સમર્થક
(એજન્સી)દમિશ્ક, વર્ષોથી બેહાલ સીરિયામાં ફરી ગૃહયુદ્ધ શરુ થયું છે. તાનાશાહને ભાગવાની નોબત આવી છે અને તેના મોતના પણ અહેવાલ છે. સીરિયામાં બળવાખોર દળોએ રવિવારે રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો હતો, જેમાં અસદ પરિવારના ૫૦ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. Bashar al-Assad and family given asylum in Moscow, Russian media
બશર અલ-અસદ અને તેનો પરિવાર મોસ્કો પહોંચ્યા છે અને “માનવતાવાદી વિચારણાઓમાંથી” તેમને આશ્રય આપવામાં આવ્યો છે, રશિયન સમાચાર એજન્સીઓ ક્રેમલિનના સ્ત્રોતને ટાંકીને કહે છે. રશિયન રાજ્ય ટીવીએ પણ સમાચાર આપ્યા હતા, જેણે બળવાખોર દળોએ દમાસ્કસ પર કબજો મેળવ્યા પછી સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ઠેકાણા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
અગાઉ, રશિયન વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે અસદે “રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણ માટે સૂચના આપીને દેશ છોડી દીધો”. સીરિયામાં તાનાશાહી યુગનો અંત આવ્યા બાદ લોકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. 50 વર્ષ બાદ ઈઝરાયલની સેના સીરિયામાં ઘૂસી, બળવાખોરોને રાષ્ટ્રપતિની 40 લક્ઝરી કાર મળી.
સીરિયામાંથી પલાયન કરી રશિયામાં આશરો લેનારા રાષ્ટ્રપતિ બશર અલ અસદ કાશ્મીર મુદ્દે ભારતના સમર્થક રહ્યા છે. તેઓ હંમેશાથી ભારતના પ્રત્યેક પગલાંઓને યોગ્ય ઠેરવતાં સમર્થન આપતાં રહ્યા છે. પરંતુ હવે સત્તાપલટો થયા બાદ ભારતની ચિંતા વધી છે. ઈસ્લામિક સહયોગ સંગઠનમાં પણ તુર્કી અને મલેશિયા જેવા દેશો પ્રત્યે સીરિયાનું વલણ ક્યારેય ભારત વિરૂદ્ધ રહ્યુ નથી. સીરિયામાં સત્તાપલટોની અસર ઓછા-વત્તા અંશે ભારત પર થવાની શક્યતા છે.
અસદ સરકારના પતન બાદ ઈઝરાયલે સીરિયાની સરહદ પાર કરી છે અને 50 વર્ષમાં પ્રથમ વખત ત્યાં પોતાની સેના મોકલી છે. આ પહેલા 1973માં ઈઝરાયલની સેના સીરિયામાં ઘૂસી ગઈ હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સીરિયાનો વિસ્તાર જ્યાં ઈઝરાયલી દળોએ પ્રવેશ કર્યો છે તે ડિમિલિટરાઈઝ્ડ ઝોન છે. સીરિયાની સેના અહીંથી ભાગી ગઈ છે. ઈઝરાયલની સેનાએ સીરિયાની બાજુમાં માઉન્ટ હેરમોન વિસ્તાર સહિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનો પર કબજો કરી લીધો છે.
વિદ્રોહી જૂથના નેતા હયાત તહરીર અલ-શામ આ બળવાના હીરો છે. તેમણે બશર અલ અસદને ગાદી પરથી ઉઠાડી મૂક્યાં છે. તેમણે ૧૩ વર્ષ પહેલા સીરિયાના તાનાશાહ બશર વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું. આટલા લાંબા સંઘર્ષ બાદ બળવાખોર જૂથોને સફળતા મળી છે. રાષ્ટ્રપતિ બશર હજુ સુધી શોધી શક્યા નથી. સરકાર વિરોધી દળો લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર અધિકારીઓની પૂછપરછ કરી રહ્યા છે જેમને તેના ઠેકાણા વિશે માહિતી હોઈ શકે છે.
સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. દરમિયાન, દેશ છોડીને ભાગી રહેલા રાષ્ટ્રપતિ બશર અલી અસદના વિમાન દુર્ઘટનાના અહેવાલો છે. અસદનો પરિવાર પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો. આ પછી રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગી રહ્યા હતા અને તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
રાષ્ટ્રપતિનું વિમાન ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ થઈ ગયું અને પછી ક્રેશ થઈ ગયું. સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલીએ કહ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને સત્તા સોંપવા માટે તૈયાર છે. જલાલીએ કહ્યું છે કે, ‘હું મારા ઘરે છું અને ક્યાંય ગયો નથી અને આ એટલા માટે છે કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું.’
તેમણે એમ પણ કહ્યું કે તેઓ સવારે કામ માટે તેમની ઓફિસ જશે. સાથે તેમણે સીરિયાઈ નાગરિકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ જોકે રાષ્ટ્રપતિ બશર અલ અસદે દેશ છોડવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. વિદ્રોહિયોએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. વિદ્રોહી રાજધાનીની અંદર સુધી ઘૂસી ગયા છે અને ઘણા વિસ્તારોમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. તેની સાથે સીરિયામાં તખ્તાપલટની કોશિશના અહેવાલો આવવા લાગ્યા હતા.