બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
મુંબઈ, વિપુલ અમૃતલાલ શાહ ‘ધ કેરલ સ્ટોરી’ ખૂબ સકસેસ રહી. ત્યારબાદ વિપુલ અમૃતલાલ શાહ, સુદીપ્તો સેન અને અદા શર્મા જબરજસ્ત પરફોર્મ માટે તૈયાર છે. જલદી આ ત્રણની જોડી ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ની સાથે આવી રહ્યા છે.
ફેન્સ આ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. જો કે હવે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. ટ્રેલર દમદાર છે જે માઓવાદના મુદ્દા પર વાત કરે છે. આ જોઇને તમે અનેક પ્રકારના ઇમોશન્સને ફીલ કરી શકો છો. આ ફિલ્મમાં અદા શર્મા આઇપીએસ અધિકારીની ભૂમિકામાં દમદાર ડાયલોગ બોલતી નજરે પડી રહી છે. એક્ટ્રેસ અદા શર્માની આગામી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’નુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે.
ટ્રેલરમાં અદાની દમદાર ભૂમિકા જોવા મળી રહી છે. એક્ટ્રેસને નક્સલીઓ વિરુદ્ધ લડતા જોઇ શકો છો. ટ્રેલરમાં નક્સલીઓ દ્રારા સીઆરપીએફ જવાનોની હત્યા વિશે બતાવવામાં આવ્યુ છે.
બે મિનિટ અને ૩૬ સેકન્ડના લાંબા ટ્રેલર ભારતમાં માઓવાદીઓના આતંકને સ્થાપિત કરવાથી શરૂ થાય છે. કહેવાય છે કે આ આઇએસઆઇએસ અને બોકો હરામ પછી દુનિયામાં ત્રીજો સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે. ફિલ્મ ધ કેરલ સ્ટોરી પછી અદાએ નિર્દેશક સુદીપ્તો સેન અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની સાથે બીજી વાર સહયોગ કર્યુ છે.
વિપુલ અમૃતલાલ શાહ દ્રારા નિર્મિત અને આશિન એ શાહ દ્રારા સહ-નિર્મિત ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ સુદીપ્તો સેન દ્રારા નિર્દેશિત છે. આમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે.
આ ફિલ્મ સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ દુનિયા ભરના મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. વાત અદા શર્માના વર્કફ્રેન્ટની કરવામાં આવે તો આ પહેલા ધ કેરાલા સ્ટોરીમાં જોવા મળી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ પણ લોકોને ખૂબ પસંદ પડશે અને ફેન્સ ખુશ થઇ જશે.SS1MS