બેટ્સમેન વિરાટ કોહલીને મળવા પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યો
ફેન ક્રિકેટરે નિરાશ ન કરીને જીતી લીધું દિલ
પાકિસ્તાનથી ખાસ દુબઈ મળવા આવેલા ફેનને નિરાશ ન કરતાં ક્રિકેટર વિરાટ કોહલીએ ક્લિક કરાવી સેલ્ફી
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન વિરાટ કોહલી સુપરસ્ટાર છે. તેના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સરહદને પેલે પાર પણ છે. મેગાસ્ટાર ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે ફેન્સ કોઈ પણ હદ પાર કરી રહી જાય છે. ફેન્સ સુરક્ષા તોડીને લાઈવ મેચ દરમિયાન જ કોહલીને મળવા પહોંચી ગયા હોય તેવું પણ ઘણીવાર બન્યું છે.
૨૭ ઓગસ્ટથી એશિયા કપ ૨૦૨૨ની શરૂઆત થવા જઈ રહી છે અને રવિવારે એટલે કે ૨૮ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાવાની છે. આ માટે ટીમ જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન હાલમાં જ એક પાકિસ્તાની ફેન વિરાટ કોહલીને મળવા માટે દુબઈ પહોંચી ગયો હતો. ક્રિકેટરે પણ તેના ફેનને નિરાશ કર્યો નહોતો અને તેની સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દુબઈમાં આઈસીસી ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ બાદ વિરાટ કોહલી ટીમની બસમાં હોટેલ પરત જઈ રહ્યો હતો, ત્યારે પાકિસ્તાનના લાહોરથી આવેલો ફેન દોડતો દોડતો તેના તરફ ગયો હતો, પરંતુ સિક્યુરિટી ગાર્ડે તેને રોકી લીધો હતો. કોહલીને મળવા માટે આતુર આ ફેન ઘણા સમય સુધી ગાર્ડને વિનંતી કરતો રહ્યો હતો.
વિરાટ કોહલીને ટીમની બસ તરફ જતા જાેઈને ફેને તેને બૂમ પાડી હતી. કોહલી તરત જ તેની પાસે ગયો હતો અને સેલ્ફી ક્લિક કરાવી હતી. કોહલીના આ જબરા ફેનનું નામ મહોમ્મદ ઝિબ્રાન છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે. આ સાથે તેને મળવાની તકને તેણે યાદગાર ક્ષણ ગણાવી હતી. ઝિબ્રાનના આ વીડિયોને પાક ટીવીએ પોતાની ચેનલ પર શેર કર્યો છે.
કોહલીને મળ્યા બાદ ઝિબ્રાને કહ્યું હતું કે, ‘હું કોઈ બીજાનો ફેન નથી. પરંતુ વિરાટ કોહલીને મળવા માટે હું પાકિસ્તાનથી અહીંયા આવ્યો છું. આ માટે મેં એક મહિનાની રાહ જાેઈ છે.જણાવી દઈએ કે, વિરાટ કોહલી એશિયા કપથી ટીમ ઈન્ડિયા માટે કમબેક કરી રહ્યા છે. ઈંગ્લેન્ડની ટુર બાદ તે બ્રેક પર હતો. ગત વર્ષથી તેનું પર્ફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નથી. તેવામાં ૨૮ ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે મેદાનમાં વાપસી કરશે.
હાલમાં જ એક ઈવેન્ટમાં પોતાના ખરાબ પર્ફોર્મન્સ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, હું જાણું છું કે હું કયા સ્તરે રમી રહ્યો છું અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો અને વિવિધ પ્રકારની બોલિંગનો સામનો કરવાની ક્ષમતા વગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી લાંબી સફર ખેડી શકો નહીં. તેથી મારા માટે પ્રક્રિયાને આસાન બનાવવાનો રસ્તો એ છે કે હું મારા પર વધારે દબાણ લાવવા ઈચ્છતો નથી.ss1