Western Times News

Gujarati News

બેટ્‌સમેન શુભમન ગિલનું સારા તેંડુલકર સાથે બ્રેકઅપ

એકબીજાંને કર્યા અનફૉલો

સ્ટાર ઓપનર શુભમન ગિલે હાલમાં જ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ વન ડે મેચની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે

નવી દિલ્હી,ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે હાલમાં જ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ વન-ડે મેચની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે પોતાના કરિયરના પ્રથમ વન-ડે શતકથી સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. તેના આ પર્ફોર્મન્સ બાદ શુભમન ગિલ અને સચિનની દીકરી સારા તેંડુલકરનું નામ એકવાર ફરીથી ટ્રેન્ડમાં છે.

સોશિયલ મીડિયામાં યૂઝર્સ મીમ્સ બનાવવા લાગ્યા છે અને બંનેની વચ્ચે અફેરના અલગ અલગ સમાચાર આવી રહ્યા છે.
મેડ ફોર ઇચ અધ કહેવાતા ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંડુલકરનું બ્રેકઅપ થઇ ગયું છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઇ રહી છે. આ વાતની પુષ્ટિ યૂઝર્સ આ બંનેએ એકબીજાંને સોશિયલ મીડિયામાં અનફૉલો કર્યા બાદ આપી રહ્યા છે.

શુભગન ગિલના કરિયરનો આ બેસ્ટ ટાઇમ ચાલી રહ્યો છે, પરંતુ પર્સનલ લાઇફ પર નજર કરીએ તો શુભમન ગિલ અને સારા તેંડુલકર એકબીજાંને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર હતા. આ બંનેના બ્રેકઅપના સમાચાર શુભમને સચિનના રેકોર્ડ બ્રેક કર્યા બાદ આવી રહ્યા છે. સારા તેંડુલકર અને શુભમન ગિલે એકબીજાંને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધા છે, ત્યારબાદ આ સમાચાર મીડિયામાં આગની માફક ફેલાઇ ગયા છે.

આ કથિત જાેડીએ એકબીજાંને અનફૉલો કર્યા બાદ ફેન્સ તેને લગતી પોસ્ટ્‌સ અને કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. ગિલ અને સારા એકબીજાંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા, પરંતુ ક્યારેય બંનેએ એકબીજાંના રિલેશનશિપને લઇને ખુલીને વાત નથી કરી. આ બંને એકબીજાં સાથે ઘણીવાર જાેવા મળ્યા છે.

આ બંનેના રિલેશનશિપની ખબરો આ બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝના કારણે સામે આવી હતી. તેઓ એકબીજાંની તસવીરો અને વીડિયો પર કોમેન્ટ્‌સ પણ કરતાં હતા. એકવાર સારાએ ગિલની પોસ્ટ પર હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયાથી જ બધાની નજરમાં આવનાર આ રિલેશનશિપનું સોશિયલ મીડિયાથી જ બ્રેકઅપ થયું છે.
ઝિમ્બામ્બેમાં રેકોર્ડ બ્રેક પર્ફોર્મન્સ બાદ શુભમને એક સવાલના જવાબમાં પોતે સિંગલ હોવાનું સ્વીકાર્યુ હતું અને નજીકના ભવિષ્યમાં આ અંગે કોઇ પ્લાનિંગ નહીં હોવાનું પણ કહ્યું હતું.

આ નિવેદન બાદ પણ સારા તેંડુલકર સાથે તેના બ્રેકઅપની ખબરો વધારે ચર્ચામાં આવી છે. ૨૪ વર્ષીય શુભમને ર્ંડ્ઢૈં રેકોર્ડ તોડ્યો છે. બુલવાયો, ઝિમ્બાબ્વેમાં ૧૯૯૮માં સચિન તેંડુલકરે ૧૨૭ રન બનાવ્યા હતા. શુભમને આ રેકોર્ડને ૯૭ બોલમાં ૧૩૦ રન સાથે તોડ્યો છે.શુભમન ગિલનું કરિયર અત્યારે એકદમ પરફેક્ટ ટ્રેક પર છે અને યુવા ક્રિકેટર માટે ટીમમાં સ્થાન મેળવવાના ચાન્સિસ પણ વધી ગયા છે.

ગિલે થોડાં દિવસ પહેલાં પોતાના કરિયરની પ્રથમ સદી ફટાકરી હતી, આ સાથે જ તેણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. ગિલ વિદેશી ધરતી પર સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં યુવરાજ સિંહ અને વિરાટ કોહલીની સાથે સામેલ થઇ ગયો છે. ગિલ આ મામલે ત્રીજાં નંબર પર છે. આ પહેલાં ગિલ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ શતક બનાવવામાં માત્ર ૨ રનથી રહી ગયો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.