Western Times News

Gujarati News

બાવળા તાલુકામાં બે સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

Files Photo

રક્તદાન મહાદાન, રક્તદાન રાષ્ટ્રસેવા : ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી

રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારોમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને બ્લડ બેંકોને મહત્તમ રક્ત એકત્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અનુસંધાને, બાવળા તાલુકામાં બે સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ ઉપસ્થિત રહીને રક્તદાનને મહાદાન ગણાવીને સૌને દેશ સેવામાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. પ્રા થમિક આરોગ્ય કેન્દ્ર કાવીઠા ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. 

આ પ્રસંગે બાવળા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચેતનસિંહ ગોહિલ, બાવળા તાલુકા ભાજપ મહામંત્રી, બાવળા તાલુકા ભાજપ ઉપપ્રમુખ, કાવીઠા ગામના સરપંચશ્રી, લોક આગેવાન શ્રી ભૂપતસિંહ રાઠોડ, શ્રી બળવંતસિંહ ગોહિલ, શ્રી દિનભાઈ મુખી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. રાકેશ મહેતા અને ડૉ. અંકિતાબેન રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

તે જ રીતે, મામલતદાર ઓફિસ બાવળા ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી, નવરંગપુરાના કેમ્પ ઇન્ચાર્જ શ્રીમતી સોનલબેન કટારા અને તેમની ટીમ, જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડો. આનંદ, લેબ. ટેક. શ્રી નયલભાઈ, લેબ. ટેક. શ્રી રાજેશભાઈ, લેબ. ટેક. કુ. ખુશીબેન અને ટીમના અન્ય સભ્યોએ સહયોગ આપ્યો હતો.

 મામલતદાર શ્રી ઘનશ્યામભાઈ પટેલ, નાયબ મામલતદાર મહેસુલ, નાયબ મામલતદાર પુરવઠા, નાયબ મામલતદાર ઈ. ધરા, સર્કલ ઓફિસર અને કચેરીના અન્ય સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસમાંથી તાલુકા હેલ્થ સુપરવાઈઝર પણ આ કેમ્પમાં હાજર રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.