બાયડના બે પ્રતિભાશાળી વ્યક્તિઓનું “માનવીને માનવતા”નું ૨૦૨૨ એવોર્ડ આપી સન્માન કરાયું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ડૉ કલ્પેશ પટેલ અને ડૉ જીતેશ નમસ્કાર ન્યુઝ દ્વારા આયોજિત બરોડા ખાતે કાર્યક્રમમાં પોતાના ક્ષેત્રમાં કંઈક વિશિષ્ટ કામ કરનાર એવા વ્યક્તિઓ જેવા કે શિક્ષકો, કલાકાર, સાહિત્યકાર , મીડિયા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના ના બાયડ ના બે પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું.
જેમાં બાળકો માટે હંમેશા વિશિષ્ટ કામગીરી કરનાર બાયડ ના કર્તવ્ય નિષ્ઠ શિક્ષક સામાજિક કાર્યકર એવા ધર્મેશ એન સોની નું અને બાયડ ની દીકરી પટેલ નિકિતા રમણભાઈ એમનું પણ પ્રતિભાશાળી શિક્ષક અને સાહિત્યકાર તરીકે વડોદરા ખાતે “માનવી ને માનવતાનું” એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું બાયડ ના અગ્રણીઓ એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.