બાયડમાં કથિત ચોરને માર મારવાનો વિડીયો વાયરલ
![Bayad sathamba police station case](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/2208-Bayad-1024x1024.jpg)
જિલ્લા પોલીસ વડાએ આપ્યા ખાતાકીય તપાસના આદેશ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ હદના સાઠંબા પોલીસ સ્ટેશનમાં સનસનાટી મચાવી દેનાર ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશનમાં જ કથિત ચોરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લવાયો હતો
જેને કેટલાક લોકો પોલીસ સ્ટેશનની અંદર જ મારપીટ કરી રહ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં લવાયેલ શંકાસ્પદ વ્યક્તિ ઉપર આરોપ હતો કે તેણે બાઈક ચોરી કરી હતી જેને લઈને કથિત બાઈક ચોર મારપીટ કરી હતી અને ટોળાએ કાયદો હાથમાં લીધો હતો
પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થતા પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી સાત લોકો સામે ગુનો નોધી ને તમામને ઝડપી પાડ્યા હતા પોલીસે પોલીસ સ્ટેશનમાં મારપીટ કરનાર આરોપીઓ સામે ગુનો તો નોંધ્યો પરંતુ જિલ્લા પોલીસ વડાએ પી.એસ.ઓ અને પી.એસ.આઇ સામે ખાતાકીય તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
સાઠંબા પોલીસ સ્ટેશનમાં જઈને કથિત ચોરને મારપીટ કરનાર આરોપીઓ ૧. ઈશાન કુમાર અનિલભાઈ પટેલ રહે. રણેચી તાલુકો બાયડ ૨. કુંદનગીરી ચંદુ ગીરી ગોસ્વામી રહે. સાઠંબા તાલુકો બાયડ ૩. બળવંતસિંહ બાલુસિંહ પરમાર રહે. વાલા ની મુવાડી તાલુકો બાયડ ૪. શક્તિસિંહ મોતીસિંહ સોલંકી રહે. ખડક તાલુકો વિરપુર જીલ્લો મહીસાગર ૫. કિશન પૂનમભાઈ પરમાર રહે. વાલાની મુવાડી તાલુકો બાયડનો સમાવેશ થાય છે.