Western Times News

Gujarati News

બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાની અંતરીયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં રાજપાલસિંહ ગોહિલ (સમાજ કલ્યાણ નિરીક્ષક અરવલ્લી) ના પ્રમુખ પદે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. બાલવાટિકા અને ધોરણ ૧ માં નવીન પ્રવેશ પામતાં બાળકોને કુમ કુમ તિલક કરી, મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામા આવ્યો.

જાયન્ટ્‌સ પિપલ્સ ફાઉન્ડેશન મહેસાણા અને ભારત વિકાસ પરિષદ બાયડ શાખા તથા પાલડી મુખ્ય શિક્ષક ધર્મેશ સોનીના સહયોગથી બાલવાટિકામાં પ્રવેશ પામતાં બાળકોને સ્કુલબેગ કિટ (દફતર, લંચ બોક્સ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, સ્લેટ, દેશી હિસાબ) નું વિતરણ કરવામાં આવ્યું.

પાલડી પ્રાથમિક શાળાના ઉ શિ શ્રીમતી સુશીલાબેન પટેલ તરફથી પાલડી શાળાના તમામ બાળકો તથા આંગણવાડીના બાળકોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું.પાલડી ગામના આગેવાન પુનાજી એચ ચૌહાણ તરફથી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું. ત્યારબાદ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસ એમ સી અધ્યક્ષ મહોબ્બતસિંહ ચૌહાણ,આંબલીયારા સી આર સી વનરાજસિંહ ઝાલા, પાલડી ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં. શાળા પરિવારે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું આયોજન શાળાનાં મુખ્ય શિક્ષક ધર્મેશ સોની અને શાળા પરિવારે કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.