બાયડના પ્રાથમિક શિક્ષક દંપતીનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે
તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો.
જેમાં બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શિક્ષણની સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર તથા ભારત વિકાસ પરિષદ બાયડ શાખા અને જાયન્ટ્સ ગ્રુપ જેવી સેવાકિય સંસ્થામાં સક્રિય રહિને નિઃસ્વાર્થ ભાવે સમાજસેવા કરનાર ધર્મેશ સોનીને ઉમદા કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને સન્માન પત્ર
તથા બાયડ તાલુકાની ચોઇલા પ્રાથમિક શાળા નંબર – ૩ માં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારતીબેન સોની પણ શિક્ષણની સાથે ભારત વિકાસ પરિષદ બાયડ શાખા તથા જાયન્ટ્સ ગ્રુપ બાયડ જેવી સેવાકિય સંસ્થામાં સક્રિય રહિને સમાજસેવાનું કામ કરતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને સન્માન પત્ર શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા
વિદ્યોતેજક સન્માન બેચરાજીના માન.ધારાસભ્ય શ્રી ડો. સુખાજી ઠાકોર તેમજ શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશી, મનુભાઈ ચોકસી – પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા, એમ.પી. મહેતા સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ નિયામક ગાંધીનગરના હસ્તે એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.