BB17:અંકિતા લોખંડેએ પતિ વિકી જૈનને નકામો કહ્યો
હથોડી મારીને ગુસ્સો કાઢ્યો
અંકિતા અને વિકી સતત એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે, આવી સ્થિતિમાં બંનેના ચાહકો પણ ખૂબ જ ચિંતિત છે
મુંબઈ, જ્યારે અંકિતા લોખંડે પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ ૧૭માં તેના પતિ વિકી જૈન સાથે એન્ટ્રી કરી ત્યારે સેલિબ્રિટી કપલના ફેન્સ ખૂબ જ ખુશ હતા. આ પહેલાં આ કપલે એક ડાન્સ રિયાલિટી શોમાં સાથે એન્ટ્રી કરી હતી અને આ દરમિયાન તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. પરંતુ, બિગ બોસમાં તેમની એન્ટ્રી થઈ ત્યારથી જ વિકી અને અંકિતા વચ્ચેના સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે.
આ કપલ આજકાલ તેમની લડાઈને લઈને ઘણું ચર્ચામાં છે. અંકિતા અને વિકી સતત એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકો પણ ખૂબ જ ચિંતિત છે. હાલમાં અંકિતાને ઘરની કેપ્ટન છે અને તેને એક કાર્ય સોંપવામાં આવ્યું છે. ઘરમાં એક ટાસ્ક દરમિયાન તેણે તેના પતિ વિકી જૈનને ‘નકામો’ કહ્યો હતો, જે તેને પસંદ નહોતું આવ્યું. આ શોના આગામી એપિસોડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંકિતા અને વિકી ફરી એકવાર એકબીજા સાથે ઝઘડતા દેખાઈ રહ્યા છે. અહીં અંકિતા વિકીને કહેતી જોવા મળી હતી કે તે દરેકની સમસ્યામાં બળજબરીથી દખલ કરે છે.
અંકિતા કહે છે કે, ‘તે બિનજરૂરી ગુસ્સે છે, ફાટેલામાં પગ ભરાવે છે. મુન્નો પણ બોલતો નથી, ‘ફાલતુ ફાલ્તુ’પ’ તેના જવાબમાં વિકી કહે છે કે, ‘મને એવી આશા નહોતી કે ફાલતુ મળશે. ગેમ શો માટે આવ્યા છીએ, પણ સંબંધ તો છે ને. હું નથી ભૂલ્યો, તમે ભૂલી ગયા હશો.’ આના જવાબમાં અંકિતાએ કહ્યું કે, ‘તમને લાગે છે કે હું મુન્નાને પસંદ કરીશ’ જવાબમાં વિકીએ કહ્યુ કે, તે કરી નાંખ્યો. આ જ વીડિયોમાં સલમાન ખાન પણ તબ્બુ સાથે ડાન્સ કરતો જોઈ શકાય છે અને બીજી તરફ મુનવ્વર અને મન્નરા વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે.
ત્યારબાદ અંકિતા લોખંડેની માતા, વિકી જૈનની માતા અને ઈશા માલવિયાના ભાઈનો વીડિયો પણ ચલાવવામાં આવે છે, જેને જોઈને પરિવારના સભ્યો ભાવુક થઈ જાય છે. અગાઉ, પ્રોમોમાં, અંકિતા લોખંડે તેના પતિ વિકીને મન્નારા ચોપરા સાથે ડિનર કરતા જોઈને તેને પઝેસિવ થઈ જાય છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થાય છે, જેની શરૂઆત વિકી મન્નારા સાથે ડિનર માટે રૂમમાં જવાથી થાય છે. અંકિતાએ આ જોયું અને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન અંકિતા ઘરની અન્ય મહિલાઓ સાથે વિકીની નિકટતા અંગેની તેની સમસ્યાઓ શેર કરે છે.ss1