#BBCIndia પર દરોડા અંગે અમેરિકા અને બ્રિટનનો ‘હળવો’ પ્રતિસાદ
અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યું કે ભારતમાં આવકવેરા અધિકારીની કાર્યવાહીથી અમો માહિતગાર છીએ. અમો હાલ એટલું જ કહેવા માંગીએ છીએ કે પ્રેસની સ્વતંત્રતાને અમારુ સમર્થન છે.
નવી દિલ્હી: વિશ્વની સૌથી જાણીતી ટીવી, રેડીયો, બ્રોડકાસ્ટીંગ સેવા બીબીસી પર ગઈકાલથી શરૂ થયેલો દરોડાનો દૌર રાતભર ચાલુ રહ્યો હતો અને આજે પણ આ કાર્યવાહી આગળ વધારાઈ રહી છે અને આ બ્રિટીશ કંપની દ્વારા અનેક ટેક્ષ- ગેરરીતિ- અનિયમિતતા થઈ હોવાનું તથા ટેક્ષ બચાવવા માટે ખોટા ખર્ચ- પેમેન્ટ વૌચર પણ બનાવ્યા હોવાનું પણ સંકેત મળ્યા છે.
આઈટી વિભાગે અનેક કોમ્પ્યુટર સીલ કર્યા છે તથા અનેક ઓફિસ સીલ થઈ છે. જો કે બપોર બાદ બીબીસીને તેની રોજીંદી કાર્યવાહી યથાવત શરૂ કરવાની છૂટ અપાઈ હતી. બીજી તરફ અમેરિકાએ એક નિવેદનમાં સ્વતંત્ર પ્રેસને અમેરિકા સમર્થન કરતું હોવાનું જણાવ્યું હતું.
આવકવેરા વિભાગે આ દરોડા ઓચિંતા જ બહાર પાડવામાં આવ્યા હોવાનું નકારતા જણાવ્યું હતું કે બીબીસી ઈન્ડીયાને અગાઉ નોટીસ અપાઈ હતી અને તેનો જવાબ સંતોષકારક નહી જણાતા આ ‘સર્ચ’ ઓપરેશન હાથ ધરાયુ છે પણ તેને તેને દરોડા કહેવાનો ઈન્કાર કર્યો હતો.
જો કે બીબીસી તરફથી એક નાના સતાવાર નિવેદનમાં તેઓ આ તપાસમાં સંપૂર્ણ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું તા બ્રિટન સરકારે પણ કોઈ સતાવાર નિવેદન આપ્યું નથી પણ ભારતમાં થઈ રહેલી કાર્યવાહીમાં તથા સર્વે રીપોર્ટમાં તેઓ નજીકથી નજર રાખી રહ્યા હોવાનું સ્વીકાર્યુ હતું.