અક્ષર પટેલને BCCIએ આ કારણસર રૂ.૧૨ લાખનો દંડ ફટકાર્યો

મુંબઈ, રોમાંચક મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સનો હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૨ રનથી પરાજય થયો. આ વર્તમાન સિઝનમાં દિલ્હીનો પહેલો પરાજય હતો અને દુઃખની વાત એ છે કે આ હારનો સ્વાદ પણ તેણે હોમ ગ્રાઉન્ડમાં ચાખવો પડ્યો.
દરમિયાન આ મેચમાં હાર બાદ કેપ્ટન અક્ષર પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો. બીસીસીઆઈએ આરસીબીના કેપ્ટન રજત પાટિદાર અને સંજુ સેમસન જેવી ભૂલનું પુનરાવર્તન કરવા બદલ હવે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને દંડ ફટકાર્યાે છે.
અક્ષર પટેલની ભૂલ એ હતી કે દિલ્હીની ટીમે ૨૦ ઓવર નાખવા માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો. આ જ કારણે સ્લો ઓવર રેટના કારણે બીસીસીઆઈએ તેમના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.
બીસીસીઆઈ ની પ્રેસ રિલીઝ અનુસાર, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ એ કલમ ૨.૨ હેઠળ આઈપીએલના નિયમોનું ઉલ્લંઘન કરવાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સામેની મેચ નંબર ૨૯ દરમિયાન દિલ્હીએ ધીમો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ સામેની એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન રજત પાટીદારને સજા મળી હતી.
બીસીસીઆઈએ પાટીદારને પણ આ રીતે દંડ ફટકાર્યાે હતો. ત્યારે આઈપીએલ૨૦૨૫ની ૨૦મી મેચમાં બેંગલુરુએ મુંબઈ પર ૧૨ રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. તેમ છતાં શાનદાર જીત બાદ બેંગલુરુના કેપ્ટન પાટીદાર પર મેચ દરમિયાન આઈપીએલના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
બીસીસીઆઈએ રજત પાટિદાર પર સ્લો ઓવર રન રેટના કારણે દંડ ફટકાર્યાે હતો. ખુદ સંજુ સેમસન પણ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હોવા છતાં એકથી વધુ વખત સ્લો ઓવર રેટ માટે દંડાઈ ચૂક્યો છે.SS1MS